ઓમનગર સર્કલ નજીક રહેણાંક મકાનમાં મહિલા સંચાલિત જુગાર ઉપર ડીસીબીએ દરોડો પાડી મકાન માલીક સહીત છ મહિલાઓને ઝડપી લઇ રોકડ 25,350ની મત્તા કબજે કરી કાર્યવાહી કરી હતી.
ડીસીબીની ટીમ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, ઓમનગર સર્કલ પાસે, દેસળ ભગતના મંદિર પાસે રહેતા સુરજબા કિશોરસિંહ ગોહિલ મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી તીનપતીનો જુગાર રમાડી રહ્યા છે.
ઝડપાયેલા આરોપીઓના નામ
જે બાતમીના આધારે ડીસીબીની ટીમે દરોડો પાડી મકાન માલિક સુરજબા કિશોરસિંહ ગોહિલ, અક્ષતાબેન ઉર્ફે રિંકુબેન મુકેશભાઈ ચોહલીયા (રહે-શાસ્ત્રીનગર, સિલ્વર ડ્રિમ્સ એપાર્ટમેન્ટ), આશાબેન યોગેશભાઈ મેવાડા (રહે-ક્રિષ્ના પાર્ક, હાપા, જામનગર), ભાવનાબેન ભીમાભાઇ ઓડેદરા (રહે-ગુલાબનગર, જામનગર), મંજુબેન ભનુભાઇ ગુજરાતી (રહે-શ્રીનાથજી સોસાયટી, મવડી), અંબાબેન દિનેશભાઇ અઘેરા (રહે-મવડી પ્લોટ, વિનાયક સોસાયટી શેરી નં-16)ને ઝડપી લઇ રોકડ કબ્જે કરી ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech