જિલ્લામાં ૬૫૮૩ સ્થળોએ વિજ ચોરી પકડાતા વિજ ચોરોમાં ફફડાટ
જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં વિજ ચોરી પકડવા માટે છેલ્લા ૯ મહીનાથી અભિયાન હાથ ધરાયું છે જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં જામનગર બીજા નંબરે આવ્યું છે, નવ મહીનામાં કુલ ૨૦૫ કરોડની વિજ ચોરી પકડાઇ જેમાં જામનગર જિલ્લામાં ૭૪.૨૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
જાણવા મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી રેસ્ટોરન્ટ, હાઇવે હોટલ, ઘર કનેકશન, ખેતીવાડી કનેકશનમાં પીજીવીસીએલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં અને સમગ્ર સૌરાષ્ટ્રમાં ૫૦૦થી વધુ ચેકીંગ ટુકડીઓએ ૩૮૫૦૬૨ વિજ કનેકશનોની ચકાસણી કરી હતી જેમાં ૬૪૭૧૫ સ્થળોએ વિજ ચોરી પકડાઇ હતી, ડાયરેકટ લંગરીયા, મીટરમાં ચેડા, સીધુ કનેકશન તેમજ અન્ય રીતે વિજ ચોરી કરવામાં આવી હતી અને આ વિજ ચોરી પકડવામાં જામનગર બીજા સ્થાને રહ્યું હતું.
જામનગર શહેરમાં બેડી, જોડીયા ભુંગા, કાલાવડ નાકા, પાણાખાણ, ગરીબનગર, તારમામદ સોસાયટી, ખોડીયાર કોલોનીનો કેટલોક વિસ્તાર, દરેડ જીઆઇડીસી સહિતના વિસ્તારોમાં અવારનવાર વિજ ચોરી પકડવા અભિયાન હાથ ધરવામાં આવે છે, જયારે પીજીવીસીએલની ટીમ દ્વારા સતત વ્યાપક દરોડા પાડવામાં આવે છે, આમ જામનગર જિલ્લામાં પીજીવીસીએલની ટીમોએ છેલ્લા ૯ મહીનામાં વ્યાપક દરોડા પાડયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકૉલેજ કર્મચારીઓ માટે ખુશખબર: મેડિકલ ભથ્થામાં રૂ.700નો વધારો, 1 એપ્રિલ 2025થી અમલ
February 28, 2025 09:03 PMદમણમાં સનસનાટીભરી ચોરી: કરોડોનું સોનું અને વિદેશી ચલણ ગાયબ, મંદિરમાં પણ હાથફેરો
February 28, 2025 09:01 PM16 વર્ષે ન્યાય મળ્યો: સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદી હત્યા કેસમાં 10 આરોપીઓને આજીવન કેદ
February 28, 2025 08:59 PMરાજકોટ AIIMSમાં નવા ડેપ્યુટી ડાયરેક્ટરનો પદભાર: કલેક્ટર અને DDOએ લીધી મુલાકાત
February 28, 2025 08:58 PMજામનગર જિલ્લાના પાંચ હોમગાર્ડઝને ઓફિસર તરીકે પ્રમોશન
February 28, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech