સગીરા સાથે બળજબરી-પજવણી કરનાર શખ્સને પાંચ વર્ષની કેદ

  • June 03, 2025 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 શહેરના જેલ રોડ વિસતારમાં રહેતા એક શખ્સે છ વર્ષ પુર્વે સગીરાને મારમારી બળજબરી પુર્વક ફ્રેન્ડશીપ કરવા અને લગ્ન કરવા દબાણ કરી સગીરા સ્કુલે જતી ત્યારે તેની પજવણી કરતો અને હેરાન પરેશાન કરતા આરોપી સામે જે તે સમયે ભોગ બનનાર સગીરાની માતાએ ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ મથક માં ફરીયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ ભાવનગરની કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપી સામે ગુનો સાબીત માની જુદી જુદી કલમો હેઠળ પાંચ વર્ષની કેદની સજા ફટકારી હતી.
શહેરના જેલ રોડ ઉપર આવેલી મરીન સોસાયટીમાં રહેતા કિશન પ્રવિણભાઈ રવજીભાઈ બારૈયા (ઉ.વ. ૧૯) ગત તા. ૪-૩-૨૦૧૯  ગેરકાયદેસર રીતે  ફરીયાદીના ઘરમાં ઘુસી જઈ ફરીયાદીની સગીર વયની પુત્રી  સાથે બળજબરી કરી શરીર સંબંધ બાંધવાની માંગણી કરતા  ભોગ બનનાર ના પાડી દેતા તેના  લાફો મારી નીચે પછાડી દીધેલ તેમજ  ત્રણ મહિનાથી ભોગ બનનાર સ્કુલે જાય ત્યારે તેની  પાછળ જઈ તેને ફ્રેન્ડશીપ કરવા માટે તેમજ મોબાઈલ ઉપર વાતચીત કરવાનું કહી ભોગ બનનાર સાથે ફ્રેન્ડશીપ નહી કરે તો જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી અને લગ્ન કરવા દબાણ કરતો  હતો.
આ  અંગે સગીરાની માતાએ  માતાએ  નિલમબાગ પોલીસમાં  જે તે સમયે ફરીયાદ નોંધાવતા પોલીસે કિશન પ્રવિણભાઈ બારૈયા સામે ઈ.પી.કો કલમ ૩૫૪/એ, ૩૫૪/બી, ૩૫૪(ડી), ૪૫૨,૫૦૬(૨), અને પોક્સો એક્ટ ૧૨ મુજબનો ગુનો નોંધ્યો  હતો. જે  કેસ ભાવનગરના બીજા એડીશ્નલ સેસન્સ જજ અને સ્પેશ્યલ પોકસો જજ એમ.બી. રાઠૌરની અદાલતમાં ચાલી જતા અદાલતે  આધાર પુરાવા સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી આરોપી કિશન પ્રવિણભાઈ બારૈયાને જુદી જુદી કલમો હેઠળ પાંચ વર્ષની કેદની સજા ફટકારી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application