ભાણવડ તાલુકા સેવા સદનમાં અપૂરતો સ્ટાફ: અરજદારોને ધરમના ધકકા

  • January 06, 2024 10:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાલુકા પંચાયત સદસ્ય રંભીબેન દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત

ભાણવડ ખાતે તાલુકા સેવાસદન (મામલતદાર) કચેરીમાં છેલ્લા ઘણાંસમયથી અપુરતાં સ્ટાફને કારણે વિવિધ કામગીરીનો નિકાલ થતો નથી. અનેકામગીરીનો ભરાવો થવાથી તાલુકાનાં અરજદારોની મુશ્કેલી વધી છે. આ બાબતે મોટા કાલાવડ તાલુકા પંચાયતનાં સદસ્ય રંભીબેન જીવાભાઇ વાવણોટિયાએ રાજયનાં મુખ્યમંત્રી સહિત જિલ્લા કલેકટરને રજુઆત કરી કચેરીમાં પુરતો સ્ટાફ ફાળવવા માંગણી કરી છે.
ભાણવડ વિસ્તારની જનતા પ્રત્યે રાજય સરકારનું ઉદાસી વલણ રહેતું હોવાની ફરિયાદો ઉઠી છે, અત્રે મામલતદાર કચેરીમાં અપુરતાં સ્ટાફની સમસ્યા વકરવા લાગી છે, અરજદારો માટે કહેવાતી મહત્વની શાખાઓમાં જ અપુરતો સ્ટાફ હોવાથી લોકોની કામગીરીનો નિકાલ થતોનથી. ઇ-ધરા શાખામાં કામગીરીનો ભરાવો થઇ રહ્યો છે. કિસાનોનાં ખેતીને લગતાં કામો સહિત હકકપત્રક દાખલ કરવાની તેમજ નવી નોંધ સમયસર દાખલ થઇ શકતી નથી.
ઉપરાંત એ.ટી.વી.ટી. શાખામાં એક જ ઓપરેટરથી ગાડુ ગબડાવાઇ રહ્યું છે. જેથી અરજદારો માટે રેશનકાર્ડ સહિત ૭-૧૨ અને ૮ અ ની કામગીરી ટલ્લે ચડી છે. આ સિવાય આ કચેરીમાં નાયબ મામલતદાર સહિત કલાર્કની સંખ્યા પણ ખુબ જ અપુરતી છે. મામલતદાર કચેરીમાં પુરતો સ્ટાફ ફાળવવા માટે અગાઉ પણ રજુઆતો થઇછે. પરંતુ ઉકેલ આવતો જ નથી. જેથી તાલુકાભરનાં અરજદારોમાં કાયમી રોષ સાથે અસંતોષ રહ્યાં કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application