મહિલા પોલીસ માથકમાં ફરિયાદ નોંધાવાઈ
જામનગરમાં મહાવીર સોસાયટીમાં રહેતી એક પરણીતાને તેણીના શ્વસુર પક્ષના સભ્યોએ ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢી હોવાથી તેણીએ મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો છે, અને સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સંકર ટેકરી સિદ્ધાર્થ કોલોની માં રહેતી સવિતાબેન વશરામભાઈ મકવાણા નામની પરણીતાના લગ્ન ૨૦૦૯ ની સાલમાં જામનગરમાં મહાવીર સોસાયટીમાં રહેતા હસમુખ મનજીભાઈ રાઠોડ સાથે થયા હતા. લગ્નની શરૂઆતમાં સારી રીતે રાખ્યા પછી નાની નાની બાબતોમાં ઘરકામ બાબતે વાંક કાઢીને સવિતાબેન ને તેણીના સાસરીયાઓ દ્વારા મારકૂટ કરી ત્રાસ ગુજારવામાં આવતો હતો. અને તાજેતરમાં ઘરમાંથી હાંકી કાઢવામાં આવી હતી.
આથી તેણીએ જામનગરના મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના સાસરીયાઓ પતિ હસમુખભાઈ મનજીભાઈ રાઠોડ, સાસુ મણીબેન મનજીભાઈ રાઠોડ, સસરા મનજીભાઈ લાલજીભાઈ રાઠોડ, નાણંદ રેખાબેન દીપકભાઈ ચૌહાણ, અને નણદોયા દિપકભાઈ કારાભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMશું વેચાવા જઈ રહી છે યસ બેંક? જાપાનની આ બેંક ખરીદશે હિસ્સેદારી
May 13, 2025 07:24 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech