હૈદરાબાદે IPLમાં બીજો સૌથી મોટો સ્કોર ચેઝ કરીને પંજાબ કિંગ્સ સામે 8 વિકેટે શાનદાર જીત નોંધાવી છે. પંજાબે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 245 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 18.3 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને 247 રન બનાવીને મેચ જીતી લીધી હતી. હૈદરાબાદની આ જીતનો હીરો અભિષેક શર્મા રહ્યો હતો, જેણે પોતાની પ્રથમ IPL સદી ફટકારી હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદે IPLના ઇતિહાસમાં બીજા ક્રમનો સૌથી મોટો રન ચેઝ પૂર્ણ કર્યો. શનિવારે રમાયેલી બીજી મેચમાં ટીમે પંજાબ કિંગ્સ સામે 246 રનનો લક્ષ્યાંક માત્ર 18.3 ઓવરમાં જ હાંસલ કરી લીધો. ટીમના ઓપનર અભિષેક શર્માએ પોતાની પહેલી સદી ફટકારી, તેણે 141 રનની ઇનિંગ રમી.
હૈદરાબાદ તરફથી ટ્રેવિસ હેડે પણ 67 રન બનાવ્યા, તેણે અભિષેક સાથે 171 રનની ભાગીદારી કરી. હર્ષલ પટેલે 4 વિકેટ લીધી. પંજાબ કિંગ્સ તરફથી કેપ્ટન શ્રેયસ ઐયરે 82 રન બનાવીને ટીમનો સ્કોર 245 રન સુધી પહોંચાડ્યો.
IPL ઇતિહાસમાં સૌથી મોટો રન ચેઝ પંજાબ કિંગ્સના નામે હતો. ટીમે ગયા વર્ષે કોલકાતામાં KKR સામે 262 રનનો પીછો કર્યો હતો. નવાઈની વાત એ છે કે શ્રેયસ ઐયર પણ તે સમયે કોલકાતાના કેપ્ટન હતા. એનો અર્થ એ થયો કે IPLના ઇતિહાસમાં બે સૌથી સફળ રન ચેઝ શ્રેયસની કેપ્ટનશીપવાળી ટીમો સામે થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરમાં વાદળીયા વાતાવરણ વચ્ચે ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો
April 14, 2025 10:56 AMજામજોધપુરમાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા વેપારીએ ઘેનની ગોળીઓ ખાઇ લેતા હોસ્પિટલમાં
April 14, 2025 10:55 AMઉના પંથકમાં સીનસપાટા, ભય ફેલાવનારા વીડિયો વાયરલ: સાત શખસો પકડાયા
April 14, 2025 10:53 AMજામનગર શહેરમાં દેશી દારુ અંગે કોમ્બીંગ: ૧૪ મહિલા સામે ફરીયાદ
April 14, 2025 10:53 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech