ઉના પંથકમાં સીનસપાટા, ભય ફેલાવનારા વીડિયો વાયરલ: સાત શખસો પકડાયા

  • April 14, 2025 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોટા ડેસર તથા સિલોજ ગામમાં હથીયાર તથા બકાનીધારી ઇસમોનો વિડીયો વાયરલ થયેલ જે બાબતે ઉના પોલીસ તેમજ ગીર સોમનાથ એલ.સી.બી દ્રારા પેટ્રોલિંગ કરી દેલવાડા તથા લામધાર ગામેથી હથીયાર સાથે ધરપકડ કરતી ગીર સોમનાથ પોલીસ ઉના પો.સ્ટે.વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રી દરમ્યાન ગ્રામ્ય વિસ્તારમાં અજાણ્યા હથીયાર તથા બુકાનીધારી ઇસમો કારની નંબર પ્લેટમાં માટી લગાવી લોકોમાં ડર તથા ભયનો માહોલ ઉભો કરતા હોય તેવા ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં લામધાર ગામના પાટીયા ડી.એસ.સી. સ્કુલ પાસેથી બાતમી હકીકત આધારે નીચે મુજબના કુલ–૬ ઇસમોને વાયરલ થયેલ વીડીયો બતાવેલ ટોયોટા ઇનોવા કાર જીજે૧૮એસી ૯૨૫૨ માઁ હથીયાર સાથે રાખી નીકળતા પકડી પાડેલ તથા ઉના પોલીસ સર્વેલન્સ સ્ટાફ દ્રારા દેલવાડા ગામે પેટ્રોલિંગ દરમ્યાન શંકાસ્પદ બોલેરો ગાડી ચેક કરતા જેના રજી નં.જીજે૧૫વીવી ૦૭૩૮ વાળીમાં ધારદાર હથીયાર ધારીયુ સાથે નીચે મુજબનો ઇસમ મળી આવતા મજકુરની પુછપરછ કરતા ભૂંડ પકડવા આવેલ હોવાનું જણાય આવેલ અને તમામની ઉડાણપુર્વક પુછપરછ કરતા થોડા દિવસ પહેલા મોટા ડેસર તથા સિલોજ ગામમાં રાત્રીના સમયમાં હથીયાર તથા બુકાનીધારી શંકાસ્પદ ઇસમો ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ડર તથા ભયનો માહોલ ઉભો કરી નીકળતા વિડીયો વાયરલ થયેલ તે બાબતે તેઓએ જણાવેલ કે તમામ ઇસમો અલગ અલગ વિસ્તાર માંથી ભૂંડ પકડવા આવેલ હોવાનું જણાવેલ જેથી ઉપરોકત ગામના આગેવાનોની રજુઆત અન્વયેઆવા ઇસમો સામે કાર્યવાહી કરેલ અને રાત્રીના સમયમાં પેટ્રોલિંગ પણ અસરકારક ચાલુ છે. આમ બે ગામો માંથી આવા ઈસમોને ગીર સોમનાથ તથા ઉના પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્રારા પકડી પાડવામાં આવ્યા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application