જામજોધપુરમાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા વેપારીએ ઘેનની ગોળીઓ ખાઇ લેતા હોસ્પિટલમાં

  • April 14, 2025 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામજોધપુરમાં રહેતા કાપડના એક વેપારી આઠ જેટલા વ્યાજખોરોની ચુગાલમાં ફસાયા છે. બીમાર પુત્ર, માતા અને પત્નીની સારવાર માટે પૈસાની જરિયાત પડતા ૫ ટકા થી ૨૦ ટકા લેખે રકમ વ્યાજે લીધા બાદ તમામ રકમ ચૂકવી દેવા છતાં વ્યાજખોરો પરેશાન કરતા હોવાથી તેમજ દુકાનમાંથી કપડા અને કાર ઉઠાવી ગયા હોવાથી ઘેનની ગોળીઓ ખાઈ લઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યા નું સામે આવ્યું છે. પોલીસે વેપારીની પત્નીની ફરિયાદના આધારે ૮ વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરમાં સુભાષ રોડ પર રહેતા અને શિવ શકિત ડ્રેસીસ નામની તૈયાર કપડાની દુકાન ચલાવતા વેપારી કાંતિલાલ પરસોત્તમભાઈ બાથાણી કે જેમણે ગત બીજી તારીખે ભાણવડ નજીક ત્રણ પાટિયા પાસે પહોંચી જઈ વધુ પડતી ઘેનની ગોળીઓ ખાઈ લેતાં તેને વિપરીત અસર થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, યાં પોલીસે તેનું નિવેદન નોંધતા પોતે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
તેથી સમગ્ર મામલો જામજોધપુર પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને વેપારી કાંતિભાઈના પત્ની દિવ્યાબેન બાથાણીએ જામજોધપુર પોલીસ સમક્ષ જણાવ્યા અનુસાર પોતાના પતિને ઐંચા વ્યાજે નાણાં ધીરધાર કર્યા પછી મૂળ રકમ અને વ્યાજ સહિતની અનેક ગણી રકમ ચૂકવી દીધા છતાં ધાક ધમકી આપી આત્મહત્યાનો પ્રયાસ કરવા માટે મજબૂર કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદમાં જામજોધપુરના રહેવાસી ચીમનભાઈ ખાંટ, હિતેશભાઈ ભગવાનજીભાઈ ખાંટ, ભાવેશભાઈ કથીરિયા, ભાવેશ મગનભાઈ ચનીયારા, આવડદાન ગઢવી, પાર્થરાજસિંહ તેમજ પ્રતિપાલસિંહ હોથીજી ખડબાવાળા અને રામદેવભાઈ આહીર હોથીજી ખડબા વાળા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યા અનુસાર વેપારી યુવાન કે જેના પુત્રની બીમારી હોવાથી અલગ અલગ પાંચ જેટલા ઓપરેશન કરવા પડા હતા, જેમાં દવાનો મોટો ખર્ચ થયો હતો.
ઉપરાંત પત્ની દિવ્યાબેન અને માતા કે જેઓ પણ બીમાર રહેતા હોવાથી તેની સારવાર માટે આર્થિક સંકટ આવી જતાં એક પછી એક તમામ વ્યાજખોરો પાસે અલગ અલગ સમયે પાંચ ટકાથી લઈને ૨૦ ટકા સુધીની રકમ મેળવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application