પ્રારંભિક તબક્કે રાજ્યમાં ખંભાળિયા અને જુનાગઢ એપીએમસીમાં બે યુનિટને મંજુરી મળી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયા એપીએમસીમાં મગફળીનુ પ્રોસેસીંગ યુનિટ(ઓઈલ મિલ) શરુ થવા જઇ રહયુ છે. સરકાર રાજયની દરેક એપીએમસીને વિસ્તારની જે તે વિશિષ્ટ ખેતપેદાશને તે એપીએમસીમાં જ પ્રોસેસ કર્યા બાદ સંપુર્ણ શુધ્ધ અને ઉત્તમ ગુણવત્તાનું ઉત્પાદન કરી વેચાણ યોજના કાર્યરત કરી રહી છે.
આ યોજના હેઠળ પ્રારંભીક રૂપે સમગ્ર રાજયમાં એક ખંભાળીયા અને બીજું યુનીટ જુનાગઢ એપીએમસીમાં મંજુર કરાયુ છે.ખંભાળીયા એપીએમસીના આ યુનીટમાં દરરોજ આશરે 400થી 450 ડબ્બા સીંગતેલનું ઉત્પાદન થશે. આ સીંગતેલ વિશિષ્ઠ અને અલગ જ પ્રકારની ખાસિયતો ધરાવતું સીંગતેલ હશે.
એપીએમસી ખંભાળીયાનું આ ‘નિર્મલ’ બ્રાન્ડનેમનું સીંગતેલ તેના નામ પ્રમાણે નિર્મલ હશે, જે બે વર્ષ સુધી બગડશે નહીં અને એ જ સ્વાદ-સુગંધ અને લિજજત જાળવી રાખશે તેની લેખીત ખાત્રી એપીએમસી પોતાના બીલમાં સિકક્કો મારીને આપશે.
ખંભાળિયા એપીએમસી શુધ્ધ સીંગતેલનું ઉત્પાદન કરશે, જેનું શાસ્ત્રોકત રીતે વાસ્તુ પુજનવિધિ કરી શરુઆત કરાઇ છે. દેવભૂમિ જીલ્લાની સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન મળે તે માટે જે કોઈ સહકારી સંસ્થા નિર્મલ સીંગતેલનું વેચાણ કરવા ઈચ્છે તેને એપીએમસી ક્રેડીટથી પુરું પાડશે તેમજ જો કોઈ સહકારી સંસ્થા,સભાસદોની સીંગદાણા કવોલીટીની કાલરાની G-20 મગફળી ખરીદીને એપીએમસી ખંભાળીયાને વેચવા માગે તો ખરીદ પણ કરશે.
દાણા ત્રણ વખત સાફ થયા બાદ સીંગતેલ કાઢવાની પ્રક્રિયા થશે...
જેમ કે તે બનાવવામાં માત્ર અને માત્ર કાલરાની G-20 મગફળીનો ઉપયોગ થશે, મગફળીને એક વખત ડી-સ્ટોનર મશીનમાં સાફ કરી ફોલ્યા બાદ દાણાને ફરી ગ્રેડર મશીનમાં સાફ કર્યા બાદ વધુ એક વખત રાઉન્ડ ગ્રેડરમાં સાફ કરી સીંગતેલ કાઢવાની પ્રક્રીયા શરુ થશે. ત્રણ વખત સાફ કરવાનો હેતુ એ છે કે મગફળીમાંથી ખેતરની માટી, કાંકરા, મગફળી ઉગાડતી વખતે ખેડુતે નાખેલ રાસાયણીક ખાતરએ બધું જ સંપુર્ણપણે દુર થઈ જાય. જે સીંગતેલને આરોગ્યપ્રદ બનાવવા અને લાંબો સમય ટકાવવા માટે બહુજ જરૂરી છે. અને એક વાર ફીલ્ટર કર્યા બાદ સીંગતેલને આધુનીક કુલીંગ કોઈલમાંથી પસાર કરી ઠંડુ પાડયા બાદ વધુ એકવાર ફીલ્ટર કરાશે જેથી તેમાં એફ.એફ.એ.નું પ્રમાણ નહીવત્ત રહે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરિએકટર- વાયર ચોરનાર ગેંગ ઝડપાઇ: 16 ચોરી કબૂલી
April 23, 2025 02:23 PMમોરારિ બાપુએ આતંકવાદી હુમલાના મૃતકો માટે પાંચ લાખની સહાય જાહેર કરી, જાણો શું કહ્યું?
April 23, 2025 01:47 PMજામનગર: રણજીતસાગર રોડ સહિતના વિસ્તારમાં રસ્તા પર ગેરકાયદે દબાણ દુર કરતી મહાનગરપાલિકા
April 23, 2025 01:25 PMજામનગર: મોમાઈ નગરના રહીશોએ આપ્યું આવેદન
April 23, 2025 01:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech