26નો ભોગ લેનાર આતંકવાદીઓની આસિફ ફૌજી, સુલેમાન સાહ અને અબુ તલહા તરીકે ઓળખ થઈ, સ્કેચ જાહેર કરતી સુરક્ષા એજન્સીઓ

  • April 23, 2025 02:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી સમગ્ર દેશ દુઃખી છે. સરકાર અને તપાસ એજન્સીઓ દિવસ રાત કામગીરી કરી રહી છે. તપાસ એજન્સીએ આતંકવાદીઓના બે સ્કેચ જાહેર કર્યા છે. આ આતંકવાદીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન સાહ અને અબુ તલહાના રૂપમાં કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રવાસીઓને વીણી વીણીને ગોળબાર કર્યા આ આતંકવાદીઓ નજીકના પહાડી જંગલમાં સંતાઈ ગયા છે. તેમને પકડવા માટે સુરક્ષાકર્મીઓ દ્વારા સઘન તલાશી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શંકસ્પદ આતંકવાદીઓનો ફોટો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.​​​​​​​


આ ઘટનાની નિંદા કરવામાં આવી રહી છે

આ ઉપરાંત એજન્સીઓના સુત્રો દ્વારા એક ફોટોગ્રાફ પણ અપાયો છે. જેમાં ચાર આતંકીઓ હથિયારો સાથે ઉભેલા દેખાય છે. આ ચાર આતંકીઓ થોડા મહિના પહેલા કાશ્મીરમાં ઘુસ્યા હોવાનું ઈન્ટેલીજન્સ ઈનપૂટ હતું. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષોએ જીવ ગુમાવ્યા હતા. સમગ્ર વિશ્વના નેતાઓ અને લોકો દ્વારા આ ઘટનાની નિંદા કરવામાં આવી રહી છે.


TRFએ આ હુમલાની જવાબદારી સ્વીકારી 

કેન્દ્રીય એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રતિબંધિત પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના સહયોગી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. રેઝિસ્ટન્સ ફ્રન્ટ એ પ્રતિબંધિત પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાનું એક પ્રોક્સી આતંકવાદી સંગઠન છે. જેની રચના 2019 માં જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા પછી કરવામાં આવી હતી. આ આતંકવાદી સંગઠનની શરૂઆત એક ઓનલાઈન યુનિટ તરીકે થઈ હતી. પરંતુ તે ઝડપથી એક સંપૂર્ણ આતંકવાદી સંગઠન તરીકે વિકસ્યું. જેમાં તહરીક-એ-મિલ્લત ઇસ્લામિયા અને ગઝનવી હિંદ જેવા હાલના સંગઠનોના તત્વો પણ આ સંગઠનમાં જોડાઇ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application