દ્વારકામાં રવિવારે વિનામૂલ્યે એક્યુપ્રેશર તેમજ નિદાન કેમ્પનું આયોજન

  • January 24, 2025 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના મૂળ વતની અને હાલ લંડન સ્થિત દિનેશભાઈ વિઠ્ઠલદાસ ગણાત્રાના આર્થિક સહયોગથી આરતીબેન દિનેશભાઈ ગણાત્રાના જન્મદિવસ નિમિતે ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા શ્રી જલારામ અન્નપુર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ રાધે ડીફરન્ટલી એબ્લડ ફાઉન્ડેશન - દ્વારકા દ્વારા દ્વારકા ખાતે રવિવાર તારીખ 26 મીના રોજ સવારે 8 થી 2 તેમજ સાંજે 3:30 થી 7 સુધી વિના મુલ્યે એક્યુપ્રેશર તેમજ નિદાન કેમ્પનું આયોજન આ રાધે ડિફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશન ગીતામંદિર પાસે, ભડકેશ્વર રોડ, દ્વારકા ખાતે કરવામાં આવ્યું છે.

રાજકોટના સર્વ હિત એક્યુપ્રેશર સેન્ટરના પ્રબંધક મધુબેન પી. જોષી દ્વારા શરીરના દરેક રોગો જેવા કે કમરદર્દ, સાયટીકા, વા તેમજ સ્ત્રી રોગો તેમજ કોઈ પણ જુના રોગોના ઈલાજ માટે તેમની ટીમ દ્વારા એક્યુપ્રેશરના આધુનિક મશીનથી સારવાર વિના મુલ્યે આપવામાં આવશે તેમજ તેના માટેની જરૂરી આયુર્વેદિક દવાઓ પણ આ કેમ્પમાં વિના મુલ્યે આપવામાં આવશે. આ કેમ્પમાં લાભ લેવા ઇચ્છતા લોકોએ તેમનું નામ નોંધાવવું ફરજીયાત છે. જે માટે શનિવાર તા. 25 સુધીમાં 080 - 62177617 નામ લખાવી શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application