અનાજના જથ્થામાં ધાંધલી પકડાઈ; કુલ ૧.૭૨ લાખની દંડનીય કાર્યવાહી

  • May 13, 2026 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લામાં સસ્તા અનાજની દુકાનમાં ખાતારાહે ચકાસણી કરવામાં આવી હતી. જેમાં અનેક પ્રકારે ગેરરીતિ સામે આવતા જિલ્લા પુરવઠા અધિકારીએ ૬ પરવાનેદાર વિરુદ્ધ દંડનીય કામગીરી કરી ૧,૭૨,૯૩૫ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
રાજકોટ અન્‍ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આંતરિક રીતે અથવા સરકારી રેકોર્ડના આધારે ખાતાકીય તપાસ કે ખરાઈ કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં પરવાનેદારોમાં પુરવઠા વિતરણ વ્યવસ્થા, રેશનકાર્ડ અથવા વાજબી ભાવની દુકાનોમાં ગેરરીતિ સામે આવી છે. જે ચકાસણી પુરવઠા ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવી હતી. જેના કેસ જિલ્લા પુરવઠા અધિકારી અજય ઝાપડા સમક્ષ ચાલી જતા કુલ છ વેપારીઓ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં આટકોટના વિનુભાઈ દેવજીભાઈ યાદવને રૂ. ૮૬૮૧, કાંગસિયાળીના સોલંકી નંદરાજસિંહ ચનુભાને રૂ. ૬૭,૦૮૦, મોટા માંડવાના ધનજીભાઈ કરશનભાઈ પારખીયાને રૂ. ૧૯,૭૨૨, ખડવાવડીના મકવાણા જયંતીભાઈ લખમણભાઇને રૂ. ૪૬,૨૬૫, ભુપગઢની ભુપગઢ જૂથ સેવા સહકારી મંડળીને રૂ. ૧૩,૫૭૪ અને દેવગામના બગથરીયા જાગૃતીબેન રમેશભાઈને રૂ. ૧૭,૬૩૨નો દંડ ફટકારવામાં આવ્યો છે.
કેટલા પ્રકારે ચકાસણી થાય ?
–રેશનકાર્ડની ખાતારાહે તપાસ
–વાજબી ભાવની દુકાનો (રાશન દુકાન) ની તપાસ
–અનાજ પ્રાપ્તિ અને સંગ્રહ




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application