ખંભાળિયામાં કૂવામાંથી દુર્લભ લુકડનું એનિમલ કેર દ્વારા સફળ રેસ્ક્યુ

  • May 13, 2026 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં કૂવામાંથી દુર્લભ લુકડનું એનિમલ કેર દ્વારા સફળ રેસ્ક્યુ

ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં એક કૂવામાંથી દુર્લભ પ્રજાતિના લુકડ (ઘોરખોદિયું)નું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ કામગીરી એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી આ લુકડ કૂવામાં ફસાયેલું હતું. સ્થાનિક ખેડૂતે આ અંગે સંસ્થાને જાણ કરી હતી. માહિતી મળતા જ એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે નેટની મદદથી લુકડને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢ્યું અને બાદમાં તેને ખુલ્લા કુદરતી વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application