જામનગર: લાલપુરના નાની રાફૂદળ ગામે યુવતીની ક્રૂર હત્યામાં આરોપીને સખત આજીવન કેદ

  • May 13, 2026 04:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: લાલપુરના નાની રાફૂદળ ગામે યુવતીની ક્રૂર હત્યામાં આરોપીને સખત આજીવન કેદ

રૂ. ૧૫,૦૦૦ નો દંડ ફટકારતી જામનગરની સ્પેશિયલ પોસ્કો કોર્ટ

બનાવની હકીકત એવી છે કે ફરીયાદી ચેલા વાળાની ભોગ બનનાર પુત્રીને તથા  આ કામના ભાવેશ રણછોડભાઈ સોનગરા રહે. નાની રફુદળવાળો બંને એકજ કારમાનામાં કામ કરતા હોય, તેથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયેલ ત્યાર બાદ તા.૫/૪/૨૦૨૩ ના રોજ આ કામના આરોપી ભોગ બનનારને નાની રાકુદળ ગામની સીમ વીસ્તારમાં લઇ ગયેલ અને ત્યાં ભોગ બનનારની મરજી વિરૂ​​​​​​​ઘ્ધ શરીર સબંધ બાંધેલ જેથી ભોગબનનાર રડવા લાગતા આરોપીએ તેમને ચાકુ બતાવી તેમને મારી મારી નાખવાની ધમકી આપી ભોગ બનનાર પાસે ૩ ઓડીયો કલીપો બોલાવી આરોપીએ પોતાના મોબાઇલમાં ઉતારી ભોગબનનારના પીતા ફરીયાદીને તેના મોબાઈલમાં ઓડિયો ક્લિપ મોકલાવેલ, ત્યારબાદ આરોપી એ ફરિયાદીને પોતાના મોબાઈલ માંથી ફોન કરીને ઓડિયો ક્લિપ જોઈ લેવાનું કહેલ ત્યારબાદ આરોપીએ ભોગ બનનાર પર શંક કરી ભોગ બનનારને માથાના ભાગે પથ્થર વડે માર મારી તથા ગળાના ભાગે છરી વડે ઘા મારી તેનું મોત નીપજાવેલ જેની ફરિયાદી તેની પુત્રીની શોધખોળ કરતા નાની રાફુદળ ગામની સીમમાં આવેલ એક વાડીએ ભોગ બનનારની લાશ મળી આવેલ જે બાબતે ફરિયાદીએ આ કામના આરોપી વિરુદ્ધ લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ આપેલ હતી.
​​​​​​​
જેથી લાલપુર પોલીસ સ્ટેશન આ કામના આરોપી વિરૂ​​​​​​​ઘ્ધ આઇપીસી કલમ ૩૦૨, ૩૭૬, ૫૦૬ (૨) તથા જી.પી. એક્ટ ૧૩૫ (૧) મુજબ નો ગુનો નોંધી તપાસ કરતા આ કામમાં કોઈ નજરે જોનાર સાહેદ ન હોય પરંતુ મરણ જનાર તથા આરોપીને સાથે જતા સાહેદોના નિવેદનો તથા બનાવ વાળી જગ્યા એથી આરોપીના કોલેજ ના તથા શાળાના માર્કશીટ,આધાર કાર્ડ, જન્મ તારીખ નો દાખલો તથા આરોપીના લોહી વાળા કપડા મળી આવ્યા હતા.

જે અનુસંધાને જે અંગેનો સ્પેશિયલ પોસ્કો કેસના એડિશનલ સેસન્સ જજ જામનગરના મોંઘેરાની કોર્ટમાં ચાલી જતા સરકાર પક્ષ તરફે આરોપીની મરણ જનાર સાથેની હાજરી સાહેદોના પુરાવાની તથા આરોપીના મોબાઈલ લોકેશન બનાવ વાળા સ્થળે આવેલ હોય તેમજ આરોપીના બનાવ સ્થળેથી મળી આવેલ દસ્તાવેજી પુરાવાની આરોપીની ભોગ બનનાર સાથે હાજરી સાબિત થયેલ હોય એફ એસ એલ માં પણ આરોપીના કપડા ઉપર રહેલ લોહીના નમુના ભોગ બનનારના લોહી સાથે મેચ થયેલ હોય.

 તેમજ ફરિયાદીના મોબાઇલમાં આરોપીએ કરેલ ફોન તથા ત્રણ ઓડિયો ક્લિપો, મોબાઈલ કોલ ડીટેલ તથા એફ.એસ.એલ રિપોર્ટ થી સાબિત થયેલ હોય. તેથી સંયોગીક પુરાવાની જે સાબિત થયેલ હોય અને તે અંગે સરકાર પક્ષે મદદની સરકારી વકીલ દીપક આર. ત્રિવેદીની દલીલ તેમજ તેમના દ્વારા રજૂ કરવામાં આવેલ સુપ્રીમ કોર્ટના ચુકાદા માન્ય રાખી આ કામના આરોપીને ઇ.પી.કો ૩૦૨ ના કામે આજીવન સખત કેદની સજા તથા રૂ​​​​​​​. ૧૫,૦૦૦ નો દંડનો હુકમ કરેલ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application