શ્રી સત્કર્મ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને શ્રી કૃષ્ણ મીત્ર મંડળ આયોજીત આ કથા તા.૧૨થી ૧૮ સુધી યોજાશે: તા.૧૨ના રોજ પોથીયાત્રા ૫:૩૦ વાગ્યે, તા.૧૫ના રોજ કૃષ્ણ જન્મોત્સવ, તા.૧૭ના રોજ કૃષ્ણ-રુક્ષ્મણી વિવાહમાં જોડાવવા ભકતોને અપીલ
જામનગરના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ મોટા વકતાની રાત્રી કથા યોજાઇ હોય એવું બન્યું નથી, જાણીતા કથાકાર પૂ.જીગ્નેશ દાદા (રાધે-રાધે)ની શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આગામી તા.૧૨ થી ૧૮ દરમ્યાન તુલસીનગરી, તુલસી એવન્યુ પાર્ટી પ્લોટ, એરપોર્ટ રોડ જામનગર ખાતે યોજાશે જેની પોથીયાત્રા તા.૧૨ના રોજ સાંજે ૫:૩૦ થી બાલા હનુમાનથી નિકળશે અને કથા સ્થળ સુધી આવી પહોંચશે. આ કથામાં ઉપસ્થિત રહેવા ભકતજનોને અપીલ કરવામાં આવી છે.
આ કથાના વ્યાસપીઠ પરથી પૂ.જીગ્નેશ દાદા દરરોજ રાત્રે ૮:૩૦ થી રાત્રીના ૧૨ સુધી કથાનું રસપાન કરાવશે, તા.૧૮ના રોજ કથાની પુર્ણાહુતી થશે, આજની યુવા પેઢી સતત પોતાની દિનચર્યા અને વ્યવસાયમાં પરીવારમાં વ્યસ્ત હોય છે, તેની આવનારી પેઢી સમય કાઢી આ ભાગવત કથામાં શ્રવણ કરે એ રીતે પુ.દાદાની કથાનું આયોજન કરાયું છે.
આ કથાની પોથીયાત્રા તા.૧૨ના રોજ સાંજે ૫:૩૦ વાગ્યે બાલા હનુમાનથી નિકળશે અને તુલસીનગરીએ પહોંચશે, ત્યારબાદ તા.૧૫ના રોજ કૃષ્ણ જન્મોત્સવ, રામ જન્મોત્સવ અને વામન જન્મોત્સવ, તા.૧૬ના રોજ ગીરીરાજ ઉત્સવ, તા.૧૭ના રોજ કૃષ્ણ-રુક્ષ્મણી વિવાહ અને તા.૧૮ના રોજ સવારે ૯:૩૦ વાગ્યે કથાનો વિરામ થશે. શ્રી કૃષ્ણ મીત્ર મંડળ અને શ્રી સત્કર્મ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ સમગ્ર કથાનું આયોજન કરાયું છે, જેનો લાભ લેવા જામનગરવાસીઓને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે, આ કથા દરરોજ ૮:૩૦ થી રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધી ચાલશે તેમ યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદ્વારકા નગરીમા તંત્ર દ્વારા કરાયું ડીમોલીશન, પણ કેવું?
December 27, 2024 07:32 PMજામનગર : ટ્રાફિક નિયમોના ભંગની દંડાત્મક કાર્યવાહી દર્શાવતા બેનરો લાગ્યા છતાં વાહનચાલકો રોંગ સાઈડમાં
December 27, 2024 07:26 PMસીઆઇડી ક્રાઈમનું સફળ ઓપરેશન, BZ પોન્ઝી સ્કીમનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા મહેસાણામાંથી ઝડપાયો
December 27, 2024 07:08 PMજોડિયાના કડિયા શેરી વિસ્તારમાં આગનો બનાવ
December 27, 2024 06:28 PMજામનગર લાલપુર બાયપાસ ચોકડી પાસે ટેન્કર ચાલકે બાઈકને અડફેટે લેતા એક મહિલાનું ઘટના સ્થળે મોત
December 27, 2024 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech