ફુલનાથ મહાદેવની વીડીમાં સિંહણ આંટાફેરા કરતી કેમેરામાં કેદ : ડીએફઓ આર. ધનપાલ અને આરએફઓ રાજન જાદવ સહિતની ટીમે સિંહણના આગમનની વાતને આપ્યું સમર્થન : જામજોધપુરના સડોદર નજીક સિંહણ આવી હોવાની ઘટનાને અભુતપુર્વ માનતું જંગલખાતુ
દોઢસો વર્ષના ઇતિહાસમાં પહેલી વખત જામજોધપુરના સડોદર નજીક આવેલ ફુલનાથ મહાદેવ મંદિરની વીડી વિસ્તારમાં સિંહણ આવી હોવાની સત્તાવાર વિગતો બહાર આવતા ભારે ઉત્તેજના ફેલાઇ છે, જંગલ ખાતા દ્વારા સિંહણની આ હિલચાલને અભુતપુર્વ ગણાવવામાં આવી છે, ધીમે ધીમે જંગલના રાજા તરફથી પોતાનો વિસ્તાર વધારવામાં આવી રહયો હોવાના સંકેત પણ મળ્યા છે.
ગઇકાલથી એવી વાયકા ચાલતી હતી કે સડોદર અને ત્યારબાદ ધુનધોરાજી વિસ્તારમાં દિપડો ઘુસી આવ્યો છે, આ સબંધે ફોરેસ્ટની ટીમ દ્વારા તાત્કાલીક પાંજરુ મુકીને દીપડાને કેદ કરવા કાર્યવાહી શરુ કરવામાં આવી હતી, આ દરમ્યાન એક કેમેરામાં જયારે ઉપરોકત વિસ્તારમાં આંટાફેરા કરી રહેલ પ્રાણી જોવા મળ્યુ હતું ત્યારે જંગલ ખાતાના અધિકારીઓની આંખો ચાર થઇ ગઇ હતી, કારણ કે આ દિપડો નહીં પરંતુ સિંહણ હોવાનું જાણવા મળ્યુ હતું.
જે સિંહણ કેમેરામાં કેદ થઇ છે તે સડોદર નજીક આવેલ ફુલનાથ મહાદેવ મંદિરની વીડી વિસ્તારમાં જોવા મળી છે, હાલમાં પણ ત્યાં સિંહણનો મુકામ છે અને સિંહણની સાથે જંગલના રાજા કે પછી તેના કોઇ શ્રાવકો સાથે આવ્યા છે કેમ તેની ખરાઇ કરવામાં આવી રહી છે.
ડીએફઓ આર. ધનપાલ અને આરએફઓ રાજન જાદવ સાથે આજકાલ દ્વારા વાતચીત કરવામાં આવતા એમણે કહયું હતું કે પાછલા ૧૫૦ વર્ષના ઇતિહાસમાં આ પહેલી વખત બન્યું છે કે ફુલનાથ મહાદેવ મંદિરના વીડી વિસ્તાર સુધી સિંહણ આવી છે.
એમણે કહયું હતું કે માત્ર ફુટ પ્રિન્ટ જ નહીં પરંતુ કેમેરામાં પણ સ્પષ્ટ રીતે સિંહણ જોવા મળી છે હાલમાં આ બાબતે વધુ પેનીક ફેલાય નહીં અને સિંહણને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટે નહીં એ બાબતની તકેદારી રાખવામાં આવી રહી છે, આ ઘટનાને ઐતિહાસીક માનવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘનું 92 વર્ષની વયે નિધન
December 26, 2024 10:19 PMપૂર્વ PM મનમોહન સિંહની તબિયત બગડી, દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ
December 26, 2024 09:12 PMરાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની કરોડોની મિલકત ટાંચમાં લેવાશે
December 26, 2024 08:56 PMઅમદાવાદમાં વાતાવરણમાં પલટો: અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં, માવઠાની આગાહી
December 26, 2024 08:27 PMમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્ય સ્વાગતમાં નાગરિકોની રજૂઆતોનું સ્થળ પર નિવારણ
December 26, 2024 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech