દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત શુક્રવાર તારીખ ૫ ના રોજ મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે. જિલ્લાના ૬૩૪ મતદાન મથકો પર બીએલઓ પાસે જઈ લોકોએ મતદારયાદીમાં પોતાના નામ, સરનામામાં ફેરફાર તેમજ નવયુવાન મતદારો પોતાના નામ ઉમેરવા કાર્યવાહી કરી હતી.
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન થયેલી તમામ ફેરફારો બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ વિધાનસભા મતદાર વિભાગમાં મતદારોની વિગતો જાહેર કરવામાં આવી છે.
જેમાં ખંભાળિયા વિધાનસભા મતવિસ્તારમાં ૧૫૫,૦૨૭ પુરુષ, ૧૪૮,૪૨૨ સ્ત્રી અને અન્ય ૧૧ મળી કુલ ૩૦૩,૪૬૦ જ્યારે દ્વારકા વિસ્તારમાં ૧૫૧,૩૩૧ પુરુષ, ૧૪૨,૪૪૭ સ્ત્રી અને ૮ અન્ય મળીને કુલ ૨૯૩,૭૮૬ સાથે સમગ્ર જિલ્લામાં કુલ ૫૯૭,૨૪૬ મતદારો નોંધાયા છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકાની ટીમ દ્વારા કુલ ૧૭,૩૦૦ ફોર્મ મેળવવામાં આવ્યા હતા. જેમાં ખંભાળિયા વિધાનસભા મતવિસ્તારમાં ૫૨૭૫ મતદારો તથા દ્વારકામાં ૪૩૫૩ મતદારોના નામ ઉમેરવા માટે કુલ ફોર્મ ૯૬૨૮ મંજુર કરવામાં આવ્યા છે. જ્યારે ખંભાળિયામાં ૧૬૭૫ અને દ્વારકામાં ૧૪૬૪ એમ કુલ ૩૧૩૯ ફોર્મ નામ કમી કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન નવા નોંધાયેલા મતદારોને ભારતના ચુંટણી પંચ દ્વારા ચુંટણી ઓળખકાર્ડ આપવામાં આવશે. જે આગામી લોકસભા સામાન્ય ચુંટણી- ૨૦૨૪માં તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
મતદારયાદી સુધારણા ઝુંબેશ અન્વયે મળેલ તમામ ફોર્મસના હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવેલ અને ચૂંટણી પંચ દ્વારા તા. ૫ જાન્યુઆરી- ૨૦૨૪ રોજ આખરી મતદારયાદીની પ્રસિધ્ધિ કરવામાં આવશે. જેમાં કુલ ૯૬૨૮ મતદારોનો ઉમેરો થયેલ અને ૩૧૩૯ મતદારો કમી થયેલ આમ, જિલ્લામાં કુલ ૬૪૮૯ મતદારોનો વધારો થયેલ છે. જેમાં ખંભાળિયા વિધાનસભા મતવિસ્તારમાં ૩૬૦૦ અને દ્વારકામાં ૨૮૮૯ મતદારોનો ઉમેરો થયો છે.
જિલ્લામાં કુલ ૧૮૨ ઈએલસી કલબ, ૪૦૭ ચુનાવ પાઠશાળા, ૯૩ વોટર અવેરનેશ ફોરમ, ૧૨ કોલેજના ૧૭ કેમ્પસ એમ્બેસેડર મારફત સ્વીપ એક્ટિવિટી અંતર્ગત જિલ્લાની તમામ કોલેજમાં ૧૮-૧૯ વયજૂથના યુવા વિધાર્થીઓ માટે મતદાર નોંધણીના ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જિલ્લાના તમામ બીએલઓ, સુપરવાઈઝર, નાયબ મામલતદાર અને ચાર તાલુકા મામલતદાર, ચાર તાલુકા વિકાસ અધિકારી, બે પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લાની મતદારયાદી શાખાની ટીમ દ્વારા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરના માર્ગદર્શન હેઠળ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘનું 92 વર્ષની વયે નિધન
December 26, 2024 10:19 PMપૂર્વ PM મનમોહન સિંહની તબિયત બગડી, દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ
December 26, 2024 09:12 PMરાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની કરોડોની મિલકત ટાંચમાં લેવાશે
December 26, 2024 08:56 PMઅમદાવાદમાં વાતાવરણમાં પલટો: અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં, માવઠાની આગાહી
December 26, 2024 08:27 PMમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્ય સ્વાગતમાં નાગરિકોની રજૂઆતોનું સ્થળ પર નિવારણ
December 26, 2024 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech