જામનગર તાલુકા ના સિક્કામાં રહેતા પર પ્રાંતીય યુવાને પોતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે જિંદગીથી તંગ આવી જઇ ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે સિક્કા પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ જામનગર તાલુકા ના સિક્કા ગામમાં શ્રીજી સોસાયટીમાં રહેતા અને નોકરી કરતા નારાયણચંદ્ર દેબેન્દ્રનાથ નામના ૪૩ વર્ષના બંગાળી યુવાને પોતાની તંગ આર્થિક પરિસ્થિતિ ના કારણે તેમજ એકલવાયા જીવનના કારણે જિંદગીથી તંગ આવી જઇ ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સિક્કા ના એ.એસ.આઈ. આર.આર. કરંગીયા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવની તપાસ શરૂ કરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન છેલ્લા કેટલાક સમયથી આર્થિક તંગી અનુભવી રહ્યો હતો, અને એકલવાયું જીવન જીવતો હતો. તેનાથી કંટાળી જઇ આ પગલું ભરી લીધાનુ પોલીસમાં જાહેર થયું છે.
***
જામનગર તાલુકાના જીવાપર ગામની અપરણીત યુવતીનું પગ લપસી જતાં કૂવામાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ
જામનગર તાલુકાના જીવાપર ગામમાં રહીને ખેતી કામ કરતી ૨૩ વર્ષની અપરણીત યુવતીનું કોઈ અગમ્ય કારણોસર કૂવામાં પગ લપસી જતાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના જીવાપર ગામમાં રહેતી અને ખેતી કામ કરતી ભાવનાબેન લવજીભાઈ પરમાર નામની ૨૩ વર્ષની અપરણિત યુવતી, કેજે ગઈકાલે પોતાની માતા સાથે વાડીએ ખેતી કામ કરવા માટે ગઈ હતી, અને વાડીના કુવા પાસે કોઈપણ કારણોસર પગ લપસી જતાં ડૂબી જવાના કારણે તેણીનું મૃત્યુ નીપજયું હતું.
આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સિક્કાના પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.જી. રાણા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ ને કુવામાંથી બહાર કઢાવ્યો હતો, અને પોસ્ટમોર્ટમ કરાવ્યા પછી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકૉલેજ કર્મચારીઓ માટે ખુશખબર: મેડિકલ ભથ્થામાં રૂ.700નો વધારો, 1 એપ્રિલ 2025થી અમલ
February 28, 2025 09:03 PMદમણમાં સનસનાટીભરી ચોરી: કરોડોનું સોનું અને વિદેશી ચલણ ગાયબ, મંદિરમાં પણ હાથફેરો
February 28, 2025 09:01 PM16 વર્ષે ન્યાય મળ્યો: સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદી હત્યા કેસમાં 10 આરોપીઓને આજીવન કેદ
February 28, 2025 08:59 PMરાજકોટ AIIMSમાં નવા ડેપ્યુટી ડાયરેક્ટરનો પદભાર: કલેક્ટર અને DDOએ લીધી મુલાકાત
February 28, 2025 08:58 PMજામનગર જિલ્લાના પાંચ હોમગાર્ડઝને ઓફિસર તરીકે પ્રમોશન
February 28, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech