બરવાળા-કાલાવડ બસને દાણીધારધામ સુધી લંબાવવા માંગ

  • April 29, 2025 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રીનાથજીદાદા દાણીધારધામના ટ્રસ્ટી શિવુભા ભાટ્ટીએ કરી રજુઆત 


સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળો પૈકીનું શ્રી નાથજીદાદાની જગ્યા દાણીધાર કે જે કાલાવડ અંદાજે સતરથી અઢાર કીલોમીટર થાય છે ભાવનગર એસટી ડીવીઝનના સબ  ડીવીઝન બરવાળા ડેપોની બસ બપોરના એક વાગ્યાની દાણીધારધામ સુધી લંબાવીને રાત્રી રોકાણ થાય તેમ માટે ભાવનગર વિભાગીય નિયામકને પત્ર પાઠવીને શ્રી નાથજીદાદાની જગ્યા દાણીધારધામના ટ્રસ્ટી શિવુભા ભાટ્ટીએ રજુઆત કરી છે.


પત્રમાં વિશેષમાં જણાવ્યું છે,કે તૂં હી રામ પ્યારે રામના નાદથી ગુંજતી તેમજ બાર જીવાત્માઓની ચેતન સમાધિ પ્રાચીન અને પૌરાણિક એવી સંત શ્રી નાયજીદાદાની પાવનકારી તેમજ સંત શ્રી ઉપવાસી બાપુની  તપોભૂમિ દાણીધાર ધામને ૪૦૧ વર્ષથી છે. આ પવિત્ર ભૂમિમાં આશરે ૫૫૦ ગાયોની ગૌશાળા આવેલ છે. તે ઉપરાંત રોજ આશરે ૨૫૦ લોકોને ભોજન પ્રસાદ વિના મૂલ્યે આપવામાં આવે છે્


જો અહીં સુધી આપના ડીવીઝન તળે ચાલતી બરવાળા-કાલાવડ દાણીધારધામ સુધીમાં લંબાવવામાં આવે તો આ પ્રખ્યાત તીર્થ સ્થળમાં નાઇટ હોલ્ટ કરે તો સહુને ઉપયોગી થાય અને એસટીને સારો ટ્રાફિક મળે. આ ઉપરાંત આજુબાજુના ચાર ગામને રુટમાં સમાવેશ કરતા ૧. ખીજડીયા ગામ ૨. ટોડા ગામ ૩. ફગાસ ગામ ૪. સણોસરા ગામનો પણ સારો એવો ટ્રાફિક મળે.


જેનાથી બસ સુવિધા  ઉપલબ્ધ થાય અને યાત્રાળુઓને દર્શનનો લાભ મળે એવા વિવિધ સામૂહિક કારણોને લક્ષમાં લઈને બસનો નાઈટ હોલ્ટ દાણીધારધામ કરવા અપીલ કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application