ગુજરાતના મીની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મેંગા ડિમોલેશનની કામગીરી શ કરવામાં આવી છે આ કામગીરી એક અંદાજ મુજબ બે દિવસ સુધી ચાલશે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિ માં આ ઓપરેશન શ કરવામાં આવ્યું છે.
આજે સવારે ચંડોળાના સરોજ નગરમાં ક્રાઇમ બ્રાન્ચે ફટ પેટ્રોલિંગ કયુ છે. પોલીસની એક ટીમે મકાનો ખાલી કરાવ્યાં છે. અમદાવાદનો ચંડોળા તળાવ મીની બાંગ્લાદેશ વિસ્તાર તરીકે ઓળખાય છે. પોલીસની હાજરીમાં ગેરકાયદેસર બાંધકામો તોડવાની કામગીરી શ કરવામાં આવી છે. જેના માટે પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ખાસ લોકો વચ્ચે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ન થાય તેનું ધ્યાન રાખવા નિર્દેશ અપાયા છે.
પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે તત્રં દ્રારા કામગીરી શ કરાઈ છે. ૬૦થી વધુ જેસીબી સાથે કાર્યવાહી હાથ ધરાઈ છે.સમગ્ર દિવસ દરમિયાન અંદાજિત ૧૦૦થી વધુ ઘૂસણખોરોના ઘર પર બુલડોઝર ફરશે. કામગીરી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ દ્રારા ડ્રોન, તિથર ડ્રોન થકી નજર રાખવામાં આવશે.
બે હજારથી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં જોડાયા છે. ગઈકાલે ગેરકાયદે વીજ કનેકશન કાપવામાં આવ્યા હતાં. હવે દબાણો તોડવાની કામગીરી શ કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારનું ઘર્ષણ ન થાય તેનું ખાસ ખ્યાલ રાખવા નિર્દેશ અપાયા છે. ઉપરાંત તત્રં દ્રારા દબાણો તોડવાની કામગીરીનું રેકોડિગ કરવાની પણ સૂચના અપાઈ છે. ડ્રોન કેમેરાથી સમગ્ર વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ૧૦ જેટલા ડ્રોન કેમેરાથી સમગ્ર કામગીરી પર વોચ રાખવામાં આવી છે. જેસીપી ક્રાઈમની અધ્યક્ષતામાં પોલીસની ૫૦ ટીમો તૈયાર કરવામાં આવી છે. આ ટીમો અલગ અલગ વિસ્તારમાં જઈને કામગીરી કરશે. ચંડોળામાં દબાણની કામગીરી બે દિવસ સુધી ચાલશે. અહીં નોંધનીય છે કે, કાશ્મીર ફરવા ગયેલા દેશવાસીઓ પર આતંકવાદી હત્પમલો થયો. પાકિસ્તાની આતંકવાદી સંગઠન દ્રારા તેની જવાબદારી સ્વીકારવામાં આવતાં હવે બંને દેશો વચ્ચે તણાવ થયો છે. ભારતમાંથી પણ પાકિસ્તાની– બાંગ્લાદેશીઓને પરત તેમના દેશમાં હાંકી કાઢવાની કવાયત શ થઇ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationPM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠકઃ રાજનાથ સિંહ-અજિત ડોભાલ સહિત ત્રણેય સેનાના વડાઓ હાજર
April 29, 2025 07:15 PM‘પાકિસ્તાન 4 ભાગમાં વહેંચાઈ જશે, POK પર દાવો કરવા માટે આનાથી સારો સમય બીજો કોઈ નથી’
April 29, 2025 05:49 PMજામનગરમાં સતત ત્રીજા દિવસે બાંગ્લાદેશી લોકોને શોધી કાઢવા માટે તલાશ
April 29, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech