બુટલેગર હર્ષદ મહાજનના કુખ્યાત પુત્ર જેનીસશ મહાજનને યુનિવર્સિટી સાથે નશાની હાલતમાં ઝડપી લીધો હતો આરોપી વિરુદ્ધ અગાઉ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર સોડા બોટલના ઘા કરવા સહિતના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
જાણવા મળતી વિગત મુજબ, યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઈ વી.જી.ડોડીયા, કોન્સ્ટેબલ મૈસુરભાઈ કુંભારવાડીયા સહિતનો સ્ટાફ ગત રાત્રે પેટ્રોલીંગમાં હતો. દરમિયાન રાત્રે સાડા ત્રણ વાગ્યાના અરસામાં યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક પાસે એક શખસ લથડીયા ખાતો મળી આવતા પોલીસે તેને ઝડપી લઈ પુછપરછ કરતાં તેનું નામ જેનીશ હર્ષદભાઈ માંડલીયા (રહે.અલકનંદા એપાર્ટમેન્ટ અયોધ્યા ચોક) હોવાનું જણાવ્યું હતું. આ શખ્સ દારૂના નશામાં ચકચુર હોય પોલીસે તેની ધરપકડ કરી તેના વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલો જેનીશ મહાજન શહેરમાં મારામારીના અનેક ગુનામાં અને તાજેતરમાં જ ગાંધીગ્રામ પોલીસ ચોકી ઉપર સોડા બોટલના ઘા કરી આતંક મચાવવાના ગુનામાં પણ સંડોવાયેલો છે. પોલીસે તેની વધુ પુછપરછ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application