રાજકોટ મહાનગરપાલિકાના ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ખેલાયેલા ત્રિપાંખિયા ચૂંટણી જંગના પરિણામો આજે જાહેર થયા હતા, જેમાં મહાપાલિકામાં ફરી ભાજપનું શાસન આવ્યું છે પરંતુ બેઠકોની સંખ્યા ગત ટર્મ કરતા ઘટી ગઇ છે. રાજકોટના ૧૮ વોર્ડની કુલ ૭૨ બેઠકમાંથી ૬૦થી વધુ બેઠક ઉપર ભાજપ આગળ રહ્યું છે. યારે ૮ બેઠક ઉપર કોંગ્રેસ વિજેતા થઈ છે. આમ આદમી પાર્ટીનો કરુણ રકાશ થયો છે. ખાતું ખોલાવવામાં પણ આપ નિષ્ફળ રહ્યું છે એટલું જ નહીં આપના અનેક ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઈ છે. સમગ્ર શહેરમાં ભાજપ તરફે પેનલ ટુ પેનલ મતદાન થતાં તમામ વોર્ડમાં ભાજપ આગળ છે. જંગલેશ્ર્વર ડિમોલિશન થયું તે વિસ્તાર વોર્ડ ન.ં ૧૬માં કોંગ્રેસની પેનલના ચારેય ઉમેદાવારો જંગી બહત્પમતિથી જીત્યા છે.રાજકોટ શહેરમાં છ સ્થળે મત ગણતરી યોજાઈ હતી જેમાં વોર્ડ નં.૧,૨,૩ની ગણતરી પાંધી લો કોલેજ ખાતે, વોર્ડ નં.૪,૫,૬ ની મત ગણતરી ચૌધરી હાઇસ્કુલ ખાતે, વોર્ડ નં.૭,૮,૯ની મત ગણતરી વિરાણી હાઇસ્કુલ ખાતે, વોર્ડ નં.૧૦,૧૧,૧૨ની મત ગણતરી એવીપીટી કોલેજ ખાતે, વોર્ડ નં.૧૩,૧૪, ૧૫ની મત ગણતરી એ.વી.જસાણી સ્કૂલ પીડીએમ ફાટક પાસે તેમજ વોર્ડ નં.૧૬,૧૭ અને ૧૮ની મત ગણતરી રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ, પારડી રોડ ખાતે યોજાઈ હતી. એસ.આઇ.આર.અને ૨૭ ટકા ઓબીસી અનામતની પહેલી વખત અમલવારી તેમજ એન્ટી ઇન્કમ્બન્સી વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ગઢ સમા રાજકોટમાં આ વખતે કોંગ્રેસ અને આપ ગાબડું પાડું છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં ૧૮ વોર્ડની ૭૨ બેઠક માટે કુલ ૫૧.૬૦ ટકા મતદાન થયું હતું રાજકોટ શહેરના કુલ ૯,૮૫,૯૫૨ મતદારોમાંથી કત ૫,૦૮,૭૧૫ મતદારોએ જ મતદાન કયુ હતું. યારે ૪,૭૭,૨૩૭ લોકોએ મતદાન જ ન કયુ ન હતું. ફેબ્રુઆરી–૨૦૨૧માં યોજાયેલી રાજકોટ મહાપાલિકાની ગત ચૂંટણીમાં ૫૦.૮૮ ટકા મતદાન થયું હતું, યારે તા.૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાયેલી ચૂંટણીમાં ૫૧.૬૦ ટકા મતદાન નોંધાયું હતું. એસઆઇઆરને કારણે મતદારોની સંખ્યામાં ૧.૦૮ લાખનો ઘટાડો થતા મતદાનની ટકાવારી વધી હતી અને ગત ચૂંટણીની તુલનાએ મતદાન ટકાવારી ૦.૭૨ ટકા વધુ નોંધાઇ હતી. યારે વાસ્તવિક દ્રષ્ટ્રિએ ગત ચૂંટણીની તુલનાએ આ વખતે ૪૫,૪૩૩ મતદારોનું મતદાન ઘટું હતું..