જામનગર તા.15 ઓક્ટોબર, 'ઇન્ડિયન મેડિકલ સાયન્ટિફિક રિસર્ચ ફાઉન્ડેશન' દ્વારા સંચાલિત લાઇફ થેલેસેમિયા પ્રિવેન્ટિવ સેન્ટર, રાજકોટ અને આઈ.ટી.આઈ. જામનગરના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયા રોગના નિયંત્રણ અને જાગૃતિના ઉદ્દેશ સાથે, આઈ.ટી.આઈ. જામનગર ખાતે આરોગ્યલક્ષી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં થેલેસેમિયા કેરિયરની ઓળખ કરીને રોગના વારસાગત સંક્રમણ વિશે જાગૃત કરવા આઈ.ટી.આઈ.ના ૪૯૩ જેટલા તાલીમાર્થીઓનું વિનામૂલ્યે થેલેસેમિયા પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
પરીક્ષણની સાથે સાથે, વિશેષજ્ઞો દ્વારા તાલીમાર્થીઓને થેલેસેમિયા રોગ શું છે, તેના લક્ષણો, કેવી રીતે ફેલાય છે અને ખાસ કરીને લગ્ન પહેલાં પરીક્ષણનું મહત્વ શું છે તે અંગે વિગતવાર જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સંસ્થાના આચાર્ય આર.એસ. ત્રિવેદીના સક્રિય માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રીએ આરોગ્ય શિબિરના આયોજન માટે ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આઈ.ટી.આઈ.ના સ્ટાફ મિત્રો અને થેલેસેમિયા પરીક્ષણ ટીમ દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસોનાના ભાવમાં મોટું ગાબડું, ચાંદી પણ સસ્તી થઈઃ જાણો નવા ભાવ
March 07, 2026 06:28 PMઆ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
March 07, 2026 05:41 PMફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
