આગામી દિવસોમાં સુભાષ શાક માર્કેટ અને બર્ધનચોક વિસ્તારમાંથી કોર્પોરેશનને સાથે રાખીને તમામ ગેરકાયદે દબાણો દુર કરવા એકશન પ્લાન: એસપી: દરબારગઢ સર્કલમાં પોલીસ અને એસ્ટેટ વિભાગની ચોકી ઉભી કરાશે અને ચાર-ચાર કર્મચારીઓ સતત રહેશે
જામનગર શહેરમાં રંગમતીના પટ્ટમાં રીવરફ્રન્ટનો મહત્વનો પ્રોજેકટ રાજય સરકારે પાસ કરી દીધો છે, ા.600 કરોડના ખર્ચે આ મહત્વનો પ્રોજેકટ બને છે ત્યારે પ્રોજેકટને નડતરપ તમામ ગેરકાયદેસર બાંધકામ કરનારાઓને નોટીસ પાઠવી દેવામાં આવી છે અને સરકારની સુચના અનુસાર આગામી દિવસોમાં આ તમામ ગેરકાયદે બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવશે, શહેરના વિકાસના આ પ્રોજેકટમાં કોઇપણ જાતની ભલામણોને પણ ઘ્યાનમાં રાખવામાં નહીં આવે અને કોર્પોરેશનનું તંત્ર કડક હાથે કામ લેશે તેમ મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ આજકાલ સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.
રીવરફ્રન્ટ પ્રોજેકટ અંગે બોલતા તેમણે કહ્યું હતું કે, આ પ્રોજેકટમાં સર્વેની કામગીરી લગભગ પુરી થઇ ગઇ છે, 300થી વધુ ગેરકાયદેસર બાંધકામો કરનારાઓને નોટીસ પણ પાઠવી દેવામાં આવી છે અને કયા-કયા ગેરકાયદેસર બાંધકામો છે તેનું અમે આઇડેન્ટીફીકેશન પણ કરી લીધું છે, આવા લોકોને પોતાનું ગેરકાયદે બાંધકામ જાતે હટાવી લેવા સુચના આપવામાં આવી છે અને જો ન હટાવે તો પ્રોજેકટને નડતરપ તમામ ગેરકાયદે બાંધકામો ઉપર કોર્પોરેશન બુલડોઝર ફેરવી દેશે અને તેમાં કોઇની પણ શેહ-શરમ રાખવામાં નહીં આવે.
મ્યુ.કમિશ્નરે વધુમાં કહ્યું હતું કે, બર્ધનચોક અને દરબારગઢ વિસ્તારમાં સતત ટ્રાફિકની સમસ્યાથી લોકો કંટાળી ગયા છે અને આ અંગે અમોને થોકબંધ ફરિયાદો પણ મળી છે, કેટલાક વેપારીઓ પણ પોતાની દુકાન પાસેની કોર્પોરેશનની જગ્યા પથારાવાળાઓને ભાડે આપીને ભાડુ વસુલશે, કોર્પોરેશને એવો નિર્ણય કર્યો છે કે, દરબારગઢ વિસ્તારમાં એક ચોકી બનાવી તેમાં કોર્પોરેશનના ચાર કર્મચારી અને પોલીસના ચાર કર્મચારીઓ હાજર રહેશે અને દર અડધા-અડધા કલાકે દરબારગઢથી બર્ધનચોક વિસ્તારમાં ચકકર લગાવશે જેથી આ રસ્તો ખુલ્લો રહી શકે.
જામનગરમાં આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં થયેલા દબાણો દુર કરવા સરકારે પણ સુચના આપી છે તેનો કડકપણે અમલ કરવામાં આવશે, કોઇપણ જાતના મહત્વના પ્રોજેકટ આડે આવતા આ તમામ બાંધકામોને એક ઝાટકે દુર કરી દેવામાં આવશે.
જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ ગઇકાલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યૂં હતું કે, રંગમતીના પટ્ટમાં અને બચુનગર વિસ્તારમાં લગભગ 14.50 કરોડ પિયાની એકાદ લાખ ફુટ જમીન ખુલ્લી કરવામાં આવી છે, છ ગેરેજ અને છ રહેણાંક મકાન ગેરકાયદેસર હતાં તેના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે, એટલું જ નહીં જામનગર શહેરીજનો માટે બર્ધનચોક અને દરબારગઢ વિસ્તારમાં દબાણ કરનારાઓનો ત્રાસ વધી ગયો છે ત્યારે આગામી દિવસોમાં આ બંને વિસ્તારોમાં કોર્પોરેશનની સાથે રહીને પોલીસ આ તમામ ગેરકાયદેસર દબાણો દુર કરી દેશે.
મ્યુ.કમિશ્નર અને જિલ્લા પોલીસ વડા હવે એકશનમાં આવી ગયા છે, ખાનગી મીટીંગનો દૌર પણ થઇ ગયો છે, તબકકાવાઇસ રીવરફ્રન્ટના વિસ્તારમાં આવતા ગેરકાયેસર બાંધકામો, કાલાવડ નાકા વિસ્તારના બાંધકામો ઉપરાંત બર્ધનચોક અને સુભાષ શાક માર્કેટ વિસ્તારોમાં કરાયેલા ગેરકાયદેસર બાંધકામો ઉપર કોર્પોરેશન હથોડો પછાડશે. આમ જામનગર શહેરમાં હવે દેવભુમિ દ્વારકા અને ઓખા મંડળ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દુર કરવાની કામગીરી થયા બાદ હવે જામનગર શહેરમાં પણ આગામી દિવસોમાં કયાં-કયાં દબાણ દુર કરવું તે અંગેનો એકશન પ્લાન અમલમાં મુકી દેવામાં આવશે અને તે માટે કોર્પોરેશન અને પોલીસ વિભાગે તડામાર તૈયારી શ કરી દીધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરિએકટર- વાયર ચોરનાર ગેંગ ઝડપાઇ: 16 ચોરી કબૂલી
April 23, 2025 02:23 PMમોરારિ બાપુએ આતંકવાદી હુમલાના મૃતકો માટે પાંચ લાખની સહાય જાહેર કરી, જાણો શું કહ્યું?
April 23, 2025 01:47 PMજામનગર: રણજીતસાગર રોડ સહિતના વિસ્તારમાં રસ્તા પર ગેરકાયદે દબાણ દુર કરતી મહાનગરપાલિકા
April 23, 2025 01:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech