એક લાખની રોકડ મળી ૨.૨૪ લાખના મુદામાલ સાથે ૬ મહિલાની અટક : નાઘુનામાં પાના ટીંચતા ૫ પકડાયા : બે ફરાર
જામનગરના હરીયા સ્કુલની બાજુમાં શુભ આવાસ એપાર્ટમેન્ટના એક ફલેટમાં જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમીના આધારે સીટી-સી પોલીસે દરોડો પાડી એક લાખની રોકડ, મોબાઇલ, વાહન મળી ૨.૨૪ લાખના મુદામાલ સાથે ૬ મહિલાઓને અટકમાં લીધી હતી, જયારે નાઘુના ગામમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને પકડી લીધા હતા, ૨૩ હજારની રોકડ કબ્જે લેવાઇ હતી, જયારે બે ઇસમ ફરાર થઇ ગયા હતા.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડલુએ જામનગર જીલ્લામાંથી દારુ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા પ્રોહી તથા જુગારધારાના કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ સીટી-સી ડીવીઝન પ્રો.નાયબ અધિક્ષક નયના ગોરડીયાના માર્ગદર્શન મુજબ પીઆઇ એ.આર. ચૌધરીની સુચનાથી સર્વેલન્સ સ્કોડના પીએસઆઇ વી.એ. પરમાર તથા સ્ટાફના માણસો પ્રોહી જુગનાર કેશો શોધી કાઢવા અંગે સીટી-સી ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના પો.હેડ.કોન્સ. યશપાલસિંહ જાડેજા, પો.કોન્સ યુવરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. શીવભદ્રસિંહ જાડેજાને મળેલ ખાનગી હકીકત આધારે શહેરમાં બ્લોક નં. ૨૦૨ શુભ આવાસ એપાર્ટમેન્ટ જૈન દેરાસરની બાજુમાં, હરીયા સ્કુલની બાજુમાં જામનગર ખાતે રહેતા જીજ્ઞાબેન જગદીશભાઇ જોગીયા પોતાના રહેણાક મકાને બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી જુગાર રમવાની વ્યવસ્થા કરી આપી ગંજીપતાના પાના વડે તીનપતીનો હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચાલવે છે.
જે હકીકત આધારે દરોડો પાડી જીજ્ઞાબેન જગદીશ જોગીયા રહે. બ્લોક નં. ૨૦૨, શુભઆવાસ એપાર્ટમેન્ટ, જૈન દેરાસર પાસે, હરીયા સ્કુલ બાજુમાં, ચતુરાબેન વજુ ગુજજર રહે. માટેલ ચોક, બાપા સીતારામ મઢુલી પાસે, રામેશ્ર્વરનગર, પારુલબેન જીતેન્દ્ર પરમાર રહે. નવાગામ ઘેડ, કેશુભાઇની હોટલ પાસે, હિનાબેન વિપુલ રાઠોડ રહે. માટેલ ચોક, બાપા સીતારામ મઢુલી પાસે, મધુબેન જેરામ પટેલ રહે. એમ્યુઝમેન્ટ પાર્ક, ટેલીફોન એકસચેન્જ કેવલીયવાળી, રીટાબેન જયેશ અનડકટ રહે. રાજપાર્ક શેરી નં. ૪ જામનગરને રોકડા ૧.૦૯.૨૦૦, ૬ મોબાઇલ કિ. ૯૦ હજાર, ૧ મોટરસાયકલ કિ. ૨૫ હજાર સહિત કુલ મુદામાલ ૨.૨૪.૨૦૦ સાથે જુગારધારા હેઠળ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બીજા દરોડામાં જામનગર નજીક નાઘુના ગામના ગેઇટની બાજુમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે તિનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પંચ-બી પોલીસે દરોડો પાડી જુગાર રમતા જામનગર રણજીતનગર હુડકો બિલ્ડીંગ નં. ડી/૭માં રહેતા ભગવાનજી મુળજી સુમરીયા, ચેલા ગામના સંજયસિંહ હઠીસિંહ ભટ્ટી, ખોડીયાર કોલોની રઘુકુળ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૧૦૫માં રહેતા સંજય વિરચંદ પેથડ, કામદાર કોલોની-૩માં રહેતા ભરત સોમચંદ શાહને રોકડા ૨૩૪૦૦ અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા, દરોડા વખતે નાઘુના ગામના વલ્લભ અકબરી અને રાજુભાઇ નામના બે શખ્સો ફરાર થઇ ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘનું 92 વર્ષની વયે નિધન
December 26, 2024 10:19 PMપૂર્વ PM મનમોહન સિંહની તબિયત બગડી, દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ
December 26, 2024 09:12 PMરાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની કરોડોની મિલકત ટાંચમાં લેવાશે
December 26, 2024 08:56 PMઅમદાવાદમાં વાતાવરણમાં પલટો: અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં, માવઠાની આગાહી
December 26, 2024 08:27 PMમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્ય સ્વાગતમાં નાગરિકોની રજૂઆતોનું સ્થળ પર નિવારણ
December 26, 2024 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech