સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયો : પોલીસ કાફલો દોડી ગયો
લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીને અકસ્માતે પગમાં ગોળી વાગતા અત્રેની જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, બનાવની જાણ થતા પોલીસ કાફલો હોસ્પીટલ ખાતે દોડી ગયો હતો.
જામનગરમાં રહેતા અને લાલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મેહુલભાઇ ગઢવીને આજે સવારે પરવાનાવાળી પોતાની રિવોલ્વરમાં અકસ્માતે ગોળી છુટતા પગમાં ઇજા થઇ હતી આથી તેઓને તાકીદે સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ ટુકડી હોસ્પીટલ દોડી ગઇ હતી.
કોન્સ્ટેબલ મેહુલભાઇ પોતાની પરવાનાવાળી રીવોલ્વર સફાઇ કરતી વખતે અકસ્માતે ગોળી પગમાં છરકો થયાની વિગતો વહેતી થઇ હતી, જો કે અકસ્માતે હાથમાથી રિવોલ્વર નીચે પડતા ફાયર થયાનું અને પગના ભાગે વાગી હોવાનું પણ ચર્ચાઇ રહયું છે ખરેખર કેવી રીતે બનાવ બન્યો એ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદ્વારકા નગરીમા તંત્ર દ્વારા કરાયું ડીમોલીશન, પણ કેવું?
December 27, 2024 07:32 PMજામનગર : ટ્રાફિક નિયમોના ભંગની દંડાત્મક કાર્યવાહી દર્શાવતા બેનરો લાગ્યા છતાં વાહનચાલકો રોંગ સાઈડમાં
December 27, 2024 07:26 PMસીઆઇડી ક્રાઈમનું સફળ ઓપરેશન, BZ પોન્ઝી સ્કીમનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા મહેસાણામાંથી ઝડપાયો
December 27, 2024 07:08 PMજોડિયાના કડિયા શેરી વિસ્તારમાં આગનો બનાવ
December 27, 2024 06:28 PMજામનગર લાલપુર બાયપાસ ચોકડી પાસે ટેન્કર ચાલકે બાઈકને અડફેટે લેતા એક મહિલાનું ઘટના સ્થળે મોત
December 27, 2024 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech