૬ બિયરના ટીન, ૧૦ બોટલ, એકસેસ બાઇક અને મોબાઇલ જપ્ત
જામનગરના ખોડીયાર કોલોની રાજ ચેમ્બર પાસે બે શખ્સો બિયરના ૬ ટીન સાથે ઝપટમાં આવ્યા હતા જેમા સપ્લાયરનું નામ ખુલ્યુ હતું, દરમ્યાન પોલીસે સપ્લાયરને ત્યા દરોડો પાડી શરાબની ૯ બોટલ કબ્જે લીધી હતી અને સિકકા એમટીએફ ગેઇટની આગળ એક શખ્સને દારુની બાટલી સાથે દબોચી લીધો હતો.
જામનગરના ખોડીયાર કોલોનીના રાજ ચેમ્બર પાસેથી બાઈકમા પસાર થતા વિશાલ હોટલ સામે રહેતા પ્રતીકસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા અને સાયોના શેરીમાં રહેતા રાજેન્દ્રસિંહ રણજીતસિંહ ચાવડાને પોલીસે આંતરીને તેમની તલાશી લેતા તેઓના કબ્જા માંથી ૬૦૦ની કિંમતના ૬ નંગ બિયરના ટીન મળી આવ્યા હતા.આથી પોલીસે બિયર, બાઈક નં. જીજે૧૦ડીડી-૨૧૬૨ અને બે મોબાઇલ મળી ૬૦૬૦૦નો મુદામાલ કબ્જે કરી બંનેની અટકયત કરી હતી તેઓની પુછપરછ મા જયેશ માતંગનું નામ ખુલવા પામ્યું હતું.
આ પછી પોલીસે ખોડીયાર કોલોની રાધેશ્યામ-૩ પહેલા માળે રહેતા જયેશ પ્રવિણ માતંગના ઘરે દરોડો પાડયો હતો. જયાં મકાનમાંથી ૯ બોટલ દારૂ મળી આવતા પોલીસે દારૂ સાથે આરોપીને ઝડપી લીધી હતો.
આ ઉપરાંત સિકકા ભગવતી સોસાયટીમાં રહેતા વિજય જયંતી રાઠોડ નામના રીક્ષા ડ્રાઇવર પાસેથી દારુની એક બોટલ મળી આવતા સિકકા પોલીસે અટકાયત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application₹1 નો સિક્કો બનાવવામાં કેટલો ખર્ચ થાય છે? RBI એ આપ્યો પાઈ-પાઈનો હિસાબ
June 04, 2025 09:45 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech