રાજકોટ ડિવિઝનમાં ટ્રેનોમાં મુસાફરી કરતા કેટલાક ટીખળખોર તત્વો હાલના ડિઝિટલ યુગમાં પણ હરકતો કરીને અન્ય મુસાફરોને હેરાન કરી રહ્યા છે, જેમાં ટ્રેનમાં ગંભીર કે આકસ્મિક સંજોગોમાં ડ્રાઇવર, ગાર્ડને એલાર્મ આપવા માટેની સાંકળની સુવિધાને રમત સમજી બેઠા હોય તેમ ચેન પુલિંગ કરીને અન્ય મુસાફરોનો સમય બરબાદ કરવા ઉપરાંત રેલવે સ્ટાફને પણ બિનજરી રીતે ધંધે લગાડવાના બનાવો બને છે. ગત એપ્રિલ માસમાં રાજકોટ ડિવિઝનમાં પસાર થતી જુદી જુદી ટ્રેનોમાં ટીખળખોરો દ્રારા એલાર્મ ચેન પુલિંગના ૨૭ બનાવો બન્યા હતા, જોકે આરપીએફ દ્રારા આ બાબતે ૨૩ જેટલા તોફાની તત્વોને ઝડપી લઇ તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું. આ ઉપરાંત આરપીએફ દ્રારા મુસાફરો અને રેલવેની મિલકતોની ચોરી કરનારા નવ ગઠિયાને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. રેલવેના આઈજી, મુખ્ય સુરક્ષા કમિશનર અજય સદાનીના નેતૃત્વ અને ડિવિઝનલ સુરક્ષા કમિશનર કમલેશ્વર સિંહના માર્ગદર્શન હેઠળ આરપીએફ સ્ટાફ ખૂબ જ સક્રિય છે.જેમાં રાજકોટ ડિવિઝનમાં પસાર થતી ટ્રેનોમાં બિનજરી એલાર્મ ચેન પુલિંગ કરીને ટ્રેનોના સમયસર સંચાલન અને મુસાફરીમાં અવરોધ ઊભા કરવાના ૨૭ કિસ્સામાં ૨૩ તોફાનીઓને અટકમાં લઈને કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મુસાફરોના સામાનની ચોરીના ૦૩ અને રેલવે મિલકતની ચોરીના કેસ ૪ કિસ્સામાં કુલ ૯ ગઠીયાને ઝડપી લઇ તેમની સામે જરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં ૫ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે ગુજરાત રેલવે પોલીસ (જીઆરપી)ને સોંપવામાં આવ્યા હતા. આ ઉપરાંત જુદા જુદા સ્ટેશનો અને ટ્રેનોમાં મુસાફરો દ્રારા ભૂલથી રહી ગયેલા સામાનના કુલ ૧૯ કિસ્સાઓમાં આરપીએફ દ્રારા અંદાજે . ૫,૩૮,૬૯૯ની કિંમતનો માલસામાન શોધી કાઢી તેના અસલી માલિકોને સુરક્ષિત રીતે પરત કરવામાં આવ્યો હતો. તેમજ ટિકિટના કાળાબજાર કરી રહેલા ૧ શખસની ધરપકડ કરી આરપીએફ દ્રારા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.