ભાવનગર રોડ પર પીકપવાનમાંથી ૧૧૨૮ વિદેશી દારૂની બોટલનો જથ્થો ઝડપાયો

  • May 13, 2026 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ  ભાવનગર રોડ ભંગાર બજારની પાછળ મનહર સોસાયટીમાંથી પીકપવાનમાંથી પીસીબીએ ૧૧૨૮ વિદેશી દારૂની બોટલ પકડી પાડી હતી. સ્ટાફે દારૂ બોટલ, પીકપવાન સહિત કુલ રૂ.૬,૨૨,૩૫૨નો મુદામાલ કબજે કરી અજાણ્યા શખસ સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. પીસીબીના પીઆઇ એમ આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી. ત્રાજિયાની રાહબરી હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ભાવનગર રોડ ભંગાર બજારની પાછળ મનહર સોસાયટીમાં ખુલ્લા પ્લોટની બાજુમાં આવેલ શેરીમાં ઉભેલ પીકપવાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખેલો છે. પોલીસે બાતમીના આધારે શંકાસ્પદ પીકપવાનની તલાસી લેતા તેમાંથી રૂ.૪,૨૨,૩૫૨ની કિંમતની કુલ ૧૧૨૮ દારૂ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ બોટલ, પીકપવાન સહિત કુલ રૂ.૬,૨૨,૩૫૨નો મુદ્દામાલ કબજે કરી અજાણ્યા શખ્સ સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી શખસની શોધખોળ શરૂ કરી હતી. આ કામગીરીમાં પીએસઆઇ આર કે જાડેજા, એ.એસ.આઇ મયુર પાલરીયા, સંતોષભાઈ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ,પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મેતા, ઉમેશભાઈ ચાવડા, દિલીપભાઈ બોરીચા, રાહુલગીરી ગોસ્વામી, પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણા, દેવરાજભાઈ કાળોતરા, વાલજીભાઈ જાડા, નગીનભાઈ ડાંગર, હિરેનભાઈ સોલંકી, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઈ દવે, પોલીસ હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ ગઢવી સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application