આર્મીના નિવૃત જવાનોના વન રેન્ક વન પેન્શન મામલે સુપ્રીમની કેન્દ્રને ફટકાર કહ્યું, "તમે કાયદો તમારા હાથમાં ન લઇ શકો"

  • March 13, 2023 07:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રીમ કોર્ટે આજે સશસ્ત્ર દળોના નિવૃત્ત કર્મચારીઓને પેન્શન ન મળવા પર ચિંતા વ્યક્ત કરી હતી. એક મહિનામાં આ બીજી વખત છે જ્યારે સુપ્રીમ કોર્ટે આ મામલાની નોંધ લીધી છે.

વન રેન્ક વન પેન્શન મામલાની સુનાવણી ચીફ જસ્ટિસની અધ્યક્ષતામાં ત્રણ જજોની બેંચમાં થઈ હતી. ઓઆરઓપી પર કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયના તાજેતરના સંદેશાવ્યવહાર પર નારાજગી વ્યક્ત કરતા, બેન્ચે તેને પાછું ખેંચવા કહ્યું. ખંડપીઠે કહ્યું કે, તમે ચાર હપ્તામાં એરિયર્સ ચૂકવવા માટે પત્ર જારી કરીને કાયદો તમારા હાથમાં લઈ શકતા નથી.

સુનવણી દરમિયાન એટર્ની જનરલ આર વેંકટરામણીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે કેન્દ્રએ ભૂતપૂર્વ સૈનિકોને OROP નો એક હપ્તો ચૂકવ્યો છે. તેણે વધુ ચુકવણી માટે થોડો સમય માંગ્યો હતો.

આના પર, બેન્ચે વેંકટરામણીને કહ્યું, "સૌપ્રથમ OROP લેણાંની ચુકવણી પર 20 જાન્યુઆરીની સૂચના પાછી ખેંચો, પછી અમે સમય માટે તમારી અરજી પર વિચાર કરીશું."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application