કર્ણાટકના મંડાના નગમંગલામાં ગણેશ વિસર્જન દરમિયાન સાંપ્રદાયિક હિંસા ભડકી ઉઠી હતી.બંને કોમ વચ્ચેનો સંઘર્ષ એટલો વધી ગયો કે પરિસ્થિતિ ખૂબ જ તગં બની ગઈ હતી. તોફાનીઓએ પેઇન્ટની દુકાનો, બાઇક શોમ અને કપડાની દુકાનો સહિત અનેક દુકાનોને આગ લગાવી દીધી હતી, જેના કારણે તે સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી.ઘટનાના તુરતં બાદ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને બીએનએસની કલમ ૧૬૩ લાગુ કરી દેવામાં આવી છે.સ્થિતિ હજુ નાજુક બની રહી હોવાનું સુત્રોએ જણાવ્યું છે.કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામીએ મંડા જિલ્લાના નાગમંગલામાં ગણેશ વિસર્જન દરમિયાન થયેલા હુમલાની સખત સખત નિંદા કરી છે. એક નિવેદન જાહેર કરીને તેમણે કહ્યું કે નગમંગલામાં ગણેશ વિસર્જન દરમિયાન બનેલી આ ઘટનાની તેઓ સખત નિંદા કરે છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જે રીતે એક જૂથે ભગવાન ગણપતિની શોભાયાત્રામાં શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા ભકતોને પથ્થરો અને ચપ્પલ ફેંકીને, પેટ્રોલ બોમ્બ ફોડીને અને તલવારો લહેરાવીને જે રીતે જાણીજોઈને નિશાન બનાવ્યા તે શહેરમાં શાંતિ અને વ્યવસ્થાની નિષ્ફળતાનો પુરાવો છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યારે તે સમુદાયના અસામાજિક તત્વો પોલીસ સ્ટેશનની સામે સુરક્ષાની માંગ કરી રહેલા શાંતિપૂર્ણ દેખાવકારોને હેરાન કરે છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. તેમણે સ્થાનિક પોલીસની નિષ્ફળતા અંગે પણ ગંભીર ચિંતા વ્યકત કરી હતી
વિસ્તારમાં હાઈ એલર્ટ
બેકાબુ ટોળાએ રસ્તાઓ પર પાર્ક કરેલી મોટરસાયકલોને પણ નિશાન બનાવીને આગ ચાંપી દીધી હતી, જેનાથી તણાવમાં વધારો થયો હતો અને બે સમુદાયો વચ્ચે હિંસા વધી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે અને બીએનએસની કલમ ૧૬૩ લાગુ કરી દેવામાં આવી છે. લોકોના એકઠા થવા પર પ્રતિબધં છે અને લોકોના ભેગા થવા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
કેવી રીતે શરૂ થયો વિવાદ?
બદરીકોપ્પલુ ગામના યુવાનો ગણેશ વિસર્જન માટે શોભાયાત્રા કાઢી રહ્યા હતા. યારે નગમંગલાના મુખ્ય માર્ગ પર સ્થિત એક મસ્જિદ નજીકથી શોભાયાત્રા પસાર થઇ રહી હતી ત્યારે કથિત રીતે તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને કારણે સ્થિતિ વણસી હતી અને બે સમુદાયો વચ્ચે અથડામણ શ થઈ હતી. તોફાનીઓએ દુકાનોમાં તોડફોડ કરી અને બે વાહનોને આગ ચાંપી દીધી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યેા, પરંતુ હિન્દુ સમુદાયના રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશન પર ધસી જઈને વિરોધ પ્રદર્શન કયુ અને ઘટના માટે જવાબદાર લોકોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી
સુરતમાં પણ ગણેશ પંડાલ પર પથ્થરમારો થયો હતો
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ સુરતમાં આવી જ એક ઘટના બની હતી. સુરતમાં ગણેશ પંડાલ પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યેા હતો. આ પછી વિસ્તારમાં રોષે ભરાયેલા લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ કાર્યવાહીની માંગ સાથે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યેા હતો. આ મામલામાં પોલીસે મોડી રાત્રે કાર્યવાહી કરીને ૬ લોકોની ધરપકડ કરી હતી અને આ સિવાય અન્ય ૨૭ લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech