સોનાના ભાવમાં મોટો ઘટાડો, 1300 રૂપિયાથી વધુનો ઘટાડો, ચાંદીના ભાવ પણ તૂટ્યા

  • April 05, 2025 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આંતરરાષ્ટ્રીય બજારોમાં નબળા વલણને કારણે સોનામાં પાંચ દિવસથી ચાલી રહેલી તેજીનો અંત આવ્યો છે. શુક્રવારે, રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 1350 રૂપિયા ઘટીને 93,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશને આ માહિતી આપી હતી.


ગુરુવારે, 99.9 ટકા શુદ્ધતાવાળું સોનું 200 રૂપિયા વધીને 94,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી ઊંચાઈએ પહોંચ્યું હતું. પાંચ દિવસની તેજી પછી, 99.5 ટકા શુદ્ધતાવાળું સોનું 1350 રૂપિયા ઘટીને 92,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું, જે ગુરુવારે 93,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.


સોનાના ભાવમાં ઘટાડો કેમ થયો?

અબાન્સ ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ચિંતન મહેતાએ જણાવ્યું હતું કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિવિધ દેશો પર ટેરિફ લાદ્યા પછી, સલામત રોકાણની માંગમાં ઘટાડો થવાને કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે રોકાણકારોએ વૈશ્વિક વેપારની સ્થિતિ અને સંભવિત આર્થિક અસરો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ વૃદ્ધિને અસર કરી શકે છે અને બિઝનેસ સેન્ટિમેન્ટને નબળું પાડી શકે છે.


ચાંદીના ભાવમાં પણ થયો ઘટોડા

શુક્રવારે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો થયો હતો. તેમાં પ્રતિ કિલો 5000 રૂપિયાનો ઘટાડો થયો હતો. આ ચાર મહિનામાં સૌથી મોટો ઘટાડો છે. તેની કિંમત 95,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. પાછલા ટ્રેડિંગ સેશનમાં ચાંદી 1,00,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.


મહેતા ઈક્વિટીઝના વાઈસ પ્રેસિડેન્ટ (કોમોડિટીઝ) રાહુલ કલંત્રીએ જણાવ્યું હતું કે, સોનાના ભાવ એક સપ્તાહમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. જ્યારે ચાંદી પાંચ સપ્તાહના નીચા સ્તરે પહોંચી ગઈ છે.


MCX પર પણ ભાવ ઘટ્યા

MCX પર પણ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. એપ્રિલ ડિલિવરી માટેનું સોનું 1711 રૂપિયા ઘટી ગયું છે. આ સાથે, સોનું પ્રતિ 10 ગ્રામ 88106 રૂપિયા પર આવી ગયું છે. ચાંદીમાં પણ મોટો ઘટાડો થયો છે. મે ડિલિવરી માટે ચાંદીની કિંમત પ્રતિ કિલો 6300 રૂપિયા ઘટી ગઈ છે. આ ઘટાડા સાથે, ચાંદીની કિંમત 88099 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.


વિશ્વમાં શું સ્થિતિ છે?

વૈશ્વ સ્તરે સ્પોટ ગોલ્ડ 21.74 ડોલર અથવા 0.70 ટકા ઘટીને 3,093.60 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. એશિયન બજારોમાં સ્પોટ સિલ્વર 1.69 ટકા ઘટીને 31.32 ડોલર પ્રતિ ઔંસ થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application