જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના સેતાલુસ ગામ મા ૧૩ વર્ષ પહેલાં નાં હત્યા પ્રયાસ નાં ગુના મા બે મહિલા સહિત સાત આરોપીઓ ને ત્રણ વર્ષ ની સજા નો અદાલતે હુકમ કર્યો છે.
આ ચકચારી કેસ ની વિગત એવી છે કે જામનગર જીલ્લા ના લાલપુર તાલુકાના સેતાલુસ મુકામે તા. ૨૧-૮-૨૦૧૧ ના રોજ જયેશ સાથે રણછોડ જીવા ના દીકરા દીનેશ ને ઝગડો થયો હતો. આ પછી ભાણજીભાઈ ને રણછોડ જીવાભાઈએ પોતાના ઘરે સેતાલુસ ગામે સમાધાન કરવા માટે બેલાવ્યા હતા. આ પછી આરોપીઓ રણછોડભાઈ જીવાભાઈ રોરીયા , મહેશભાઈ નરશીભાઈ રોરીયા, નરેશભાઈ નરસીભાઈ રોરિયા , દીનેશભાઈ રણછોડભાઈ , વીપુલભાઈ રણછોડભાઈ , નીમુબેન રણછોડભાઈ , નીતાબેન રણછોડભાઈ , રસોકભાઈ રણછોડભાઈ , દવારા એકસંપ કરી ગેરકાયદેસર મંડળી રચી તલવાર, ધોકા , લોખંડ ના પાઈપ જેવા જીવલેણ હથિયારો ધારણ કરી જયંતીભાઈ તથા ભાણાંભાઈને માથામાં માર મારી ગંભીર પ્રકારનો જીવલેણ હુમલો કરી ઈજા પહોચાડવામાં આવી હતી. જે બનાવ અંગે બાબુભાઈ છગનભાઈ મકવાણા દવારા મેઘપર પડાણા પીલસ સ્ટેશન મા ફરિયાદ નોંધાવાઈ હતી.
આ અંગે નો કેસ જામનગર નાં સેસન્સ જજ નેહલકુમાર જોશી સમક્ષ ચાલી જતાં અદાલત દવારા આરોપીઓ રણછોડભાઈ, મહેશભાઈ, નરેશભાઈ,વીપુલભાઈ,નિમુબેન, નીતાંબેન, અને રસિકભાઈ ને અલગ અલગ કલમ હેઠળ કુલ ત્રણ વર્ષ ની સજા અને કુલ રૂ. ૧૨૦૦૦ નાં દંડ નો હુકમ કરેલ છે. આ કેસ મા સરકાર તરકે .પી.પો. હેમેન્દ્ર, ડી. મહેતા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech