ભાવનગરનાં ભૂભલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા નવા રતનપર શાળામાં વિશ્વ ટીબી દીવસની ઉજવણી કરાઈ

  • March 25, 2023 05:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ગુજરાત સરકાર દ્વારા ૨૦૨૫ મા ટીબી મુક્ત ભારત  અભિયાન અન્વયે ૨૪ માર્ચ વિશ્વ ટીબી દીવસ ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ભાવનગર તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભૂભલીનાં નવા રતનપર શાળામાં વિશ્વ ટીબી દીવસની ઉજવણી કરવામાં આવી હતી.  


મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચંદ્રમણી પ્રસાદ, ટીબી અધિકારી ડો. પી વી રેવર ની સુચનાથી તાલુકા હેલ્થ ઓફિસર ડો. સુફિયાનભાઇ લાખાણીના માર્ગદર્શન મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં મેડીકલ ઓફીસર ડો. મૃગાબેન બધેકા, તાલુકા સુપર વાઈઝર અનિલભાઇ પંડીત દ્વારા બાળકોને ટીબી થી બચવાના ઉપાયો અને ટીબી રોગ વિષે માહિતી અપાઈ હતી.આ કાર્યક્રમ ને સફળ બનાવવાં માટે શાળાના આચાર્ય સંજયભાઇ મકવાણા  તથા સ્ટાફનો સુદર સહયોગ મળ્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application