ધરતીપુત્રો રાજ્ય સરકારની ખેડૂત હિતલક્ષી યોજનાનો લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ તા. ૨૧ સપ્ટેમ્બરથી ખુલ્લું મૂકાશે. જેમાં પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજના, સ્માર્ટ ફોન સહાય યોજના અને પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ મેળવવા ખેડુતો સાત દિવસ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
રાજકોટ જિલ્લાના ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાકમુલ્ય વૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો - પાવર સંચાલીત, પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ/કીટ, વોટર કેરીંગ પાઇપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર સનેડો માટે આઇ ખેડુત પોર્ટલ ( www.ikhedut.gujarat.gov.in. ) પર તા. ૨૧ સપ્ટેમ્બરથી ૨૭ સપ્ટેમ્બર સવારે ૧૦:૩૦ કલાકથી દિન-૭ માટે ઓનલાઈન અરજીઓ મેળવવા માટે ખુલ્લુ મુકવામાં આવશે. ખેતીવાડીની યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય, તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.
સાત દિવસમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે
આ સાત દિવસ દરમિયાન ખેડૂતો પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજના, સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના અને પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે, તેમ ખેતી નિયામકની કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech