વિશ્વભરના વૈજ્ઞાનિકો અનેક પ્રકારના પ્રયોગો કરે છે. તેઓ પ્રયોગને ઝડપથી સમા કરવાનો પ્રયાસ કરે છે જેથી કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાય. પરંતુ ઓસ્ટ્રેલિયામાં લગભગ ૯૪ વર્ષથી એક પ્રયોગ ચાલી રહ્યો છે. તેની શઆત ૧૯૨૭માં થઈ હતી. જો કે તકનીકી રીતે તેની શઆત ૧૯૩૦ થી માનવામાં આવે છે. તે વિશ્વનો સૌથી લાંબો સમય ચાલતો પ્રયોગ હોવાનું કહેવાય છે. તેનું નામ ગિનિસ બુક ઓફ વલ્ર્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે.
આ પ્રયોગમાં બિટુમેન જેવો દેખાતો પીચ નામનો ચીકણો પ્રવાહી લાસ્કમાં રાખવામાં આવ્યો છે. તેના ટીપાં નીચે પડવા માટે છોડી દેવામાં આવ્યા છે. પ્રયોગના ભાગપે એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે કેટલા વર્ષેા પછી પીચનું ટીપું નીચે પડે છે. જેને 'પિચ ડ્રોપ' તરીકે ઓળખવામાં આવે છે. તેની શઆત કવીન્સલેન્ડ યુનિવર્સિટીના પ્રોફેસર થોમસ પુર્નેલ દ્રારા ૧૯૨૭માં કરવામાં આવી હતી. ૧૯૪૮ માં તેમનું અવસાન થયું, પરંતુ પ્રયોગ પર આજ સુધી કોઈ અસર થઈ નથી.
કહેવાય છે કે યારથી આ પ્રયોગ ચાલી રહ્યો છે ત્યારથી પિચના માત્ર ૯ ટીપાં જ નીચે પડા છે. વર્ષ ૧૯૩૮માં લાસ્કમાંથી પિચનું પ્રથમ ટીપું પડું હતું. આ પછી ૧૯૪૭માં બીજું ટીપું પડું હતું. નવમું ટીપું ૨૦૧૪માં પડું હતું. એવું માનવામાં આવે છે કે આ પ્રયોગ બીજા ૧૦૦ વર્ષ સુધી ચાલુ રહી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ખંભાળિયા નાકા વિસ્તારમાં રાત્રે પોલીસની રેડ, દારૂની મહેફિલ માણતા આઠ અરેસ્ટ
November 16, 2024 01:01 PMજામનગર જિલ્લાના એટીવીટીના કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા પગાર વધારો કરવાની માંગ સાથે આવેદન પત્ર
November 16, 2024 12:58 PMશેઠવડાળા ગામમાં સ્વયંભૂ સજ્જડ બંધ પાડવામાં આવ્યો
November 16, 2024 12:32 PMજામનગરમાં ઠંડીનો ચમકારો યથાવત લઘુતમ તાપમાન ૧૮ ડીગ્રી
November 16, 2024 12:29 PMશહેરમાં ૩૫ લોકો ડેન્ગ્યુની ઝપેટમાં વાયરલ તાવના ૨૪૦ કેસ
November 16, 2024 12:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech