રાજકોટ જિલ્લાના ૧૫૧ લાખના ૩૧ કામોને આયોજન સમિતિની બેઠકમાં લીલીઝંડી

  • May 26, 2023 03:58 PM 


પડધરી, કોટડાસાંગાણી, વીંછિયા, જસદણ તાલુકાના અનેક કામો મંજૂર: પ્રભારી મંત્રી રાઘવજીભાઈની ખાસ ઉપસ્થિતિ




રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક  કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં મંત્રી રાઘવજીભાઇ પટેલે વિવિધ વિકાસ કામોને મંજૂરી આપતા અધિકારીઓને સૂચન કરતા કહ્યું હતું કે, પ્રજાલક્ષી પાયાના વિકાસ કામો પારદર્શી રીતે, ઝડપથી અને ગુણવત્તાયુકત રીતે થાય તે સંબંધિત અધિકારીઓએ સુનિશ્ચિત કરવાનુ રહેશે.



રાજયના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન વિભાગના મંત્રી રાઘવજીભાઇ પટેલ વિકેન્દ્રિત જિલ્લા આયોજન અંતર્ગત ચાલી રહેલા વિવિધ જોગવાઇઓ હેઠળના વિકાસકામો, બાકી રહેલા તાલુકાઓની નવી દરખાસ્ત તથા હેતુફેર, સ્થળફેર, કામો રદ કરવા આવેલ દરખાસ્તો વગેરે અંગે આ બેઠકમાં પરામર્શ કર્યેા હતો. તેમજ જિલ્લા આયોજનની વિવિધ જોગવાઇ હેઠળના કામોની સમીક્ષા કરી હતી.  




આ બેઠકમાં રાજકોટ જિલ્લાના વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઇ હેઠળની વર્ષ ૨૦૨૩–૨૪ માટેના બાકી રહેલા તાલુકાઓની નવી દરખાસ્તો મંત્રી દ્રારા મંજૂર કરવામાં આવી હતી. જેમાં પડધરી તાલુકામાં .૧૨૫ લાખના ખર્ચ થનારા ૩૬ કામોની દરખાસ્તોને, કોટડા સાંગાણી તાલુકામાં .૧૦૦ લાખના ખર્ચે થનારા ૩૫ કામોની દરખાસ્તોને,  વિછિયા તાલુકામાં .૧૨૫ લાખના ખર્ચે થનારા ૫૭ કામોની દરખાસ્તોને, જસદણ તાલુકામાં .૧૨૫ લાખના ખર્ચે થનારા ૫૦ કામોની દરખાસ્તોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જિલ્લા કક્ષાના . ૧૫૨.૭૫ લાખના ખર્ચે થનારા ૩૧ કામોના આયોજન મંજૂર કરાયા હતા.



કલેકટર પ્રભવ જોષીએ સ્વાગત પ્રવચન કયુ હતું. આ બેઠકનું જિલ્લા આયોજન અધિકારીશ્રી જે.કે.બગિયાએ સંચાલન કર્યુ હતું. આ તકે સાંસદ રામભાઈ મોકરીયા અને મોહનભાઈ કુંડારિયા,  ધારાસભ્ય સર્વ ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, રમેશભાઈ ટીલાળા, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર,  નગરપાલિકા નિયામકશ્રી ઘીમતં વ્યાસ, નિવાસી અધિક કલેકટર એસ. જે. ખાચર, પ્રાંત અધિકારી સર્વ જે.એન.લિખિયા, વિવેક ટાંક, સંદીપકુમાર વર્મા, ચીફ ઓફિસરઓ, તાલુકા વિકાસ અધિકારીઓ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application