બેસ્ટ ફ્રેન્ડ મલાઈકા અરોરાના પિતાના મૃત્યુ બાદ આ અભિનેત્રીએ પોતાનું કામ રાખ્યું મુલતવી, ઈવેન્ટ પણ કરી કેન્સલ

  • September 12, 2024 09:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મલાઈકા અરોરાના પિતાના અવસાનથી દરેકને આઘાત લાગ્યો છે. મલાઈકાના પિતાએ ઘરની છત પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. જે બાદ મલાઈકાનો આખો પરિવાર આઘાતમાં છે. મલાઈકા અને તેની બહેન અમૃતા બંનેને સપોર્ટ કરવા માટે તેમના મિત્રો તેમની સાથે છે. બંને બહેનોને પિતાના નિધનની જાણ થતાં જ તેઓ તુરંત ઘરે પહોંચી ગયા હતા. આ દરમિયાન તેની બેસ્ટ ફ્રેન્ડ કરીના કપૂર તેની સાથે ઉભી જોવા મળી હતી. કરીનાએ પણ તેની બેસ્ટ ફ્રેન્ડ્સને સપોર્ટ કરવા માટે પોતાનું કામ મોકૂફ રાખ્યું છે.


કરીના કપૂરની ફિલ્મ ધ બકિંગહામ મર્ડર્સ 13 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ દિવસોમાં કરીના ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હતી. હવે તેની મિત્ર મુશ્કેલીમાં હોવાથી તેણે તેના તમામ કામ છોડીને તેને ટેકો આપવાનું નક્કી કર્યું છે.


કામ પોસ્ટપોન કર્યું


અહેવાલો અનુસાર  કરીના કપૂરે પોતાનું કામ થોડા દિવસો માટે સ્થગિત કરી દીધું છે. બેસ્ટ ફ્રેન્ડ મલાઈકા અને અમૃતાના પિતાના મૃત્યુ બાદ કરીનાએ આ નિર્ણય લીધો છે. કરીના આજે મુંબઈમાં એક ઈવેન્ટમાં હાજરી આપવાની હતી પરંતુ હવે કરીનાની ટીમે તેને મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.


કરીના કપૂર, કરિશ્મા કપૂર, મલાઈકા અરોરા અને અમૃતા અરોરા ખૂબ જ સારા મિત્રો છે. મુશ્કેલીના  સમયમાં હંમેશા એકબીજાની પડખે ઉભા રહ્યા છે. આ ચારેય મિત્રો દરેક ખુશીના પ્રસંગે પણ સાથે જોવા મળે છે.


મલાઈકાના પિતાના નિધનના સમાચાર મળતા જ કરીના પતિ સૈફ અલી ખાન સાથે મલાઈકાના ઘરે પહોંચી હતી. કરિશ્મા પણ તરત જ તેના મિત્રો સાથે ત્યાં પહોંચી ગઈ હતી. મલાઈકાના પૂર્વ પતિ અરબાઝ ખાન, પુત્ર અરહાન ખાન, અર્જુન કપૂર અને અરબાઝનો પરિવાર પણ મલાઈકાના ઘરે પહોંચ્યો હતો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News