પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરના રહેવાસી સુજીત હાલદાર સામે ગંભીર કેસ નોંધવામાં આવ્યો છે. હાલદાર પર ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ છે. જેનાથી તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળ પોલીસે ગઈકાલે આ જાણકારી આપી હતી. પોલીસનું કહેવું છે કે હાલદારે જાણીજોઈને ચીફ જસ્ટિસને બદનામ કરવાનો અને સુપ્રીમ કોર્ટની ગરિમાનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પ્રકાશમાં આવી હતી, જ્યાં પોલીસે એક પોસ્ટમાં સમગ્ર ઘટનાની પુષ્ટિ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે હાલદાર ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડવા જાણીજોઈને આવી અફવા ફેલાવે છે. આ સાથે પોલીસે લોકોને નકલી સમાચાર ન ફેલાવવા અને આવી અફવાઓથી સાવધ રહેવાની અપીલ કરી હતી. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે અને હાલદારની ભૂમિકાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
આ મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે તાજેતરમાં જ દિલ્હીમાં પણ એક સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં ચીફ જસ્ટિસની આડમાં પૈસાની માંગણી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ હતી, જેમાં પોતાને ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ કહેતા એક વ્યક્તિ દાવો કરી રહ્યો હતો કે તે દિલ્હીના કનોટ પ્લેસ (CP)માં ફસાયેલા છે અને તેને 500 રૂપિયાની તાત્કાલિક જરૂર છે જેથી તે ટેક્સી ભાડે લઈ શકે તેઓ સુપ્રીમ કોર્ટમાં યોજાનારી કોલેજિયમની મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લઈ શકે છે.
પોસ્ટમાં લખ્યું હતું કે, "હેલો, હું ચીફ જસ્ટિસ છું અને અમારે કોલેજિયમની મહત્વની બેઠક યોજવાની છે, પરંતુ હું કનોટ પ્લેસમાં અટવાઈ ગયો છું. શું તમે મને 500 રૂપિયા મોકલી શકો છો જેથી હું કોર્ટ સુધી પહોંચવા માટે ટેક્સી લઈ શકું? હું પહોંચતાની સાથે જ તમને પૈસા પાછા આપીશ." આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અને ત્યારબાદ દિલ્હી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ઠંડીની શરૂઆત: લઘુત્તમ તાપમાન 19 ડીગ્રી
November 14, 2024 10:19 AMવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech