ભારતમાં કામ કરતી મહિલાઓ પતિની ઘરેલું હિંસા અને ઉત્પીડનમાં મોખરે !

  • October 17, 2023 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૧૦૦૦માંથી ૨૯ મહિલાઓ હિંસક, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સના આરોગ્ય નિષ્ણાતોએ કર્યો હજારો ડેટાનો અભ્યાસ



સામાન્ય રીતે ઘરેલું હિંસાના મામલામાં પત્નીઓને હેરાનગતિનો સામનો કરવો પડે છે, પરંતુ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પોપ્યુલેશન સાયન્સના આરોગ્ય નિષ્ણાતોના સંશોધનમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. સંશોધન મુજબ, ભારતમાં કામ કરતી મહિલાઓના પતિને વધુ હિંસાનો સામનો કરવો પડે છે. જો કે, વધતી ઉંમર સાથે આ વલણ સ્ત્રીઓમાં ઘટે છે, જ્યારે પુરુષોમાં તે વધે છે. અભ્યાસમાં મહિલાઓ માટે સ્માર્ટફોનને પણ એક મોટું હથિયાર ગણવામાં આવ્યું હતું. એટલે કે, જેની પાસે સ્માર્ટફોન છે, તેઓ વધુ સશક્ત અને પાવરફુલ હોય છે. આવી મહિલાઓ તેના પતિ પ્રત્યે આક્રમક રહે છે. મોબાઈલના ઉપયોગથી મહિલાઓના સોશિયલ નેટવર્કમાં સુધારો થયો છે, જેનાથી તેમને હિંમત મળી છે.


નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ ૧૫ થી ૪૯ વર્ષ સુધીની મહિલાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ૬૨,૭૧૬ મહિલાઓના ડેટાનો અભ્યાસ મુજબ ૧૦૦૦માંથી ૨૯ મહિલાઓ પુરૂષો સામે હિંસા કરે છે તેવું બહાર આવ્યું હતું. જો કે, ગયા વર્ષે એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે ભારતમાં ત્રણમાંથી એક મહિલા પાર્ટનરની હિંસાનો ભોગ બને છે અને ૧૦માંથી માત્ર એક મહિલા જ તેની સામે ગુનો નોંધાવે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application