ઈઝરાયેલના જેસુરલેમમાં આતંકવાદ ભડકાવવાના આરોપમાં મહિલાની કરાઈ ધરપકડ

  • July 27, 2024 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





ઈઝરાયેલના જેરુસલેમમાં આતંકવાદને ભડકાવવાના આરોપમાં એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. ઈઝરાયેલ પોલીસે જણાવ્યું કે, એક મહિલાની આરબ વિસ્તારમાંથી આતંકવાદને પ્રોત્સાહન આપવા અને સમર્થન કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.




ધરપકડ કરાયેલ મહિલા પાસેથી મેસેજ ધરાવતો 'હાર' મળી આવ્યો છે. હકીકતમાં લગભગ બે સપ્તાહ પહેલા  ટેમ્પલ માઉન્ટ નજીક તૈનાત પોલીસ અધિકારીઓએ શંકાસ્પદ મહિલાને જોઈ હતી. મહિલા પાસેથી આતંકવાદી સંગઠન હમાસ દ્વારા આતંકવાદ અને ઈઝરાયેલ પર હુમલાના સમર્થનના સંદેશા ધરાવતો હાર જપ્ત કરવામાં આવ્યો હતો. ઈઝરાયેલ પોલીસ મહિલા વિરુદ્ધ કેસ નોંધીને તપાસ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application