PMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર

  • December 22, 2024 11:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY યોજના હેઠળ થયેલા કૌભાંડ બાદ રાજ્ય સરકાર એલર્ટ થઈ ગઈ છે. આ ઘટના બાદ સરકારે યોજનામાં વધુ પારદર્શિતા અને જવાબદારી લાવવા માટે નવી સંચાલન પ્રક્રિયા (Standard Operating Procedure - SOP) ઘડવાનું નક્કી કર્યું છે.


આવતીકાલે તારીખ 23 ડિસેમ્બરે સવારે 11 વાગે આરોગ્ય મંત્રી આ નવી SOP જાહેર કરશે. આ SOPમાં યોજના હેઠળની હોસ્પિટલો અને સંસ્થાઓ માટે નવા નિયમો અને માર્ગદર્શિકાનો સમાવેશ થશે. આ નવા નિયમોથી યોજનાનો દુરુપયોગ થતો અટકાવવામાં આવશે અને લાભાર્થીઓને વધુ સારી સુવિધાઓ મળશે.



અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કૌભાંડમાં લાખો રૂપિયાનું ગેરકાયદેસર વ્યવહાર થયા હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી હતી અને સરકારને યોજનાની કામગીરી પર પુનર્વિચાર કરવા માટે મજબૂર કરી દીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application