આ કાંટાળી વસ્તુ ખાઈ મહિલા મોતને ભેટી, પતિ કોમામાં !

  • April 04, 2023 12:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મલેશિયામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ માછલી ખાવાથી એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મલેશિયામાં એક 83 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે. આ સાથે તેમના પતિ ICUમાં ગયા છે.

મળતી માહિતી મુજબ તેણે ગયા અઠવાડિયે પફર ફિશ ખાધી હતી. આ માછલીમાં ઝેરી હોય છે. માછલી ખાધા પછી મહિલા બીમાર પડી ગઈ, જેના કારણે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી અને રસ્તામાં જ તેનું મોત થઈ ગયું.

મહિલાની પુત્રી એનજી એ લીએ જણાવ્યું કે તેના પિતાએ 25 માર્ચે નજીકની દુકાનમાંથી પફર માછલી ખરીદી હતી. તેણે કહ્યું કે બંનેએ જમવા માટે માછલી લીધી હતી, જેના પછી તરત જ મહિલા ધ્રૂજવા લાગી હતી અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. લીએ જણાવ્યું કે જમ્યાના એક કલાકની અંદર તેના પિતામાં પણ આ જ લક્ષણો દેખાયા. તેણે કહ્યું કે બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં રસ્તામાં જ તેની માતાનું મોત થઈ ગયું.

મહિલાની પુત્રીએ જણાવ્યું કે તેના પિતા હજુ પણ કોમામાં છે. તેણે કહ્યું કે ડોક્ટર પિતાની સારવાર કરી રહ્યા છે. આ સાથે ડોક્ટરનું કહેવું છે કે વૃદ્ધની ઉંમર ઘણી વધારે છે, જેના કારણે તે સ્વસ્થ થયા પછી પણ પહેલાની જેમ નહીં રહે. મળતી માહિતી મુજબ, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને કહ્યું કે જાપાની વાનગી પફર માછલીમાં ઘાતક ઝેર જોવા મળે છે.

તેમણે જણાવ્યું કે તેમાં ટેટ્રોડોટોક્સિન અને સેક્સિટોક્સિન મળી આવે છે. જેને ઠંડક કે ગરમ કરીને પણ નષ્ટ કરી શકાતું નથી. આ સિવાય તેમણે કહ્યું કે માત્ર કુશળ શેફ જ તેને બનાવી શકે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application