શા માટે શશિ થરૂરે કહ્યું, 'હું છેલ્લી ચૂંટણીની જેમ 2024ની લોકસભા ચૂંટણી લડીશ'

  • December 28, 2023 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@aajkalteam

લોકસભા ચૂંટણી 2024 માટે રાજકીય દાવપેચ જોર પકડી રહ્યું છે. આ ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો તેમની રણનીતિ ઘડી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોએ જીતવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો આ તરફ કોંગ્રેસ સાંસદ શશી થરૂરનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી તેમની છેલ્લી ચૂંટણી હશે. ત્યારે શશી થરૂરએ આ બાબતે સ્પષ્ટતા કરી હતી.


વાયરલ થતા વિડિયો અંગે શશી થરૂરને પૂછવામાં આવ્યું કે, શું આ તમારી છેલ્લી ચૂંટણી છે? તેના જવાબમાં થરૂરે કહ્યું હતું કે, 'હું માનું છું કે એવો સમય આવે છે જ્યારે તમારે યુવાનો માટે જગ્યા બનાવવી પડે છે. આ મારી વિચારસરણી છે, પરંતુ રાજકારણમાં એક બીજું સૂત્ર છે કે, ક્યારેય નહીં કહો. જો હું ચૂંટણી લડીશ તો મારી છેલ્લી ચૂંટણીની જેમ પૂરી તાકાતથી ચૂંટણી લડીશ. જો હું જીતીશ તો તિરુવનંતપુરમના લોકો માટે મારી 20 વર્ષની સેવા હશે અને હું ખુશીથી પદ છોડી શકીશ.'


આ સાથે જ શશી થરૂરને પૂછવામાં આવ્યું કે ભાજપ નેતૃત્વ તિરુવનંતપુરમમાં આપના વિરુદ્ધ રાષ્ટ્રીય નેતાને મેદાનમાં ઉતારવા માંગે છે?  આ સવાલના જવાબમાં થરૂરે કહ્યું કે, 'જનતાને નિર્ણય લેવા દો, તેમને વિકલ્પ આપવો જોઇએ અને વિશ્વમાં લોકો સારી પસંદગીના હકદાર છે. હું ઘણી સારી વાતો કહી શકું છું. જો મને રાજ્યની રાજધાનીમાં ફરી ચૂંટણી લડવાની તક મળે તો હું હંમેશા તૈયાર છું.


લોકસભા 2024ની ચૂંટણી માટે શશી થરૂરે જણાવ્યું હતું કે, રાજકારણમાં કંઈ પણ અંતિમ હોતું નથી. કોણ જાણે કેવી પરિસ્થિતિ સર્જાઇ. આજે ભારત અનેક ચિંતાઓનો સામનો કરે છે. 2024 એ નક્કી કરવા જઈ રહ્યું છે કે ભારતનું ભવિષ્ય કેવું હશે, અમે અમારા બાળકો માટે કેવું ભારત ઈચ્છીએ છીએ. આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે ભારતની લોકશાહી બહુલવાદના સંદર્ભમાં સુરક્ષિત છે. અંતે કેરળના રાજકારણમાં આવવાના વિચાર પર શશી થરૂરે કહ્યું કે, હાલ તો તેમનું સમગ્ર ધ્યાન લોકસભા ચૂંટણી પર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application