શું આપી છે દારૂ બંધી? ડ્રાઈવરોને પણ આરામથી મળી જાય છે દારૂ

  • April 03, 2023 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં એડી. કલેકટરનો ડ્રાઈવર સરકારી કાર લઈને દારૂ ઢીંચીને નીકળી ગયો હતો, ત્યાં કાલે રિક્ષાચાલકે દારૂબંધીની પોલીસની પોલ ખોલી




ગુજરાત રાયમાં દારૂબંધીનો છે પણ વાસ્તવિક કરતા પેપર પર વધુ ટકી રહે છે. રાજકોટમાં દેશી કે વિદેશી દારૂ ઢીંચનારાઓ કે શોખીનોને સરળતાથી કેફી પીણા મળી જ જાય છે, ડ્રાઈવર આમતો સામાન્ય વર્ગનો વ્યકિત કહેવાય તેને પણ જો પીવા દારૂ મળી જતો હોય તો પહોંચતા, પૈસાપાત્રો કે આવા લોકોને તો દારૂ ધારે ત્યાંથી હાથ વગો થતો જ રહેતો હશેને? જેનું ગઈકાલ ઓટો રિક્ષાના ચાલકે દારૂ ઢીંચી એરપોર્ટમાં મચાવેલા ઉતપાત તેમજ અગાઉ એડી કલેકટરના ડ્રાઈવરે પણ નશામાં ધૂત બની સરકારી કાર લઈને ધમાલ મચાવ્યાની ઘટના હજી તાજી જ છે આના પરથી કહેનારાઓ એવું કહી શકે કે રાજકોટમાં આમા કયાં છે દારૂ બંધી? કે શું આવી માત્ર ચોપડે જ છે દારૂ બંધી છ?





રાજકોટમાં દેશી દારૂના તો પીઠા ધમધમે છે કે રેલમછેલ હશે તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે રિક્ષાચાલક દિપકે જે કોઈ પોલીસ કે અધિકારીએ પૂછયું કે કયાંથી દારૂ લીધો હતો કે કયાં ઢીંચ્યો હતો. એસઓજી સમક્ષ પોપટપરામાંથી પીધો હોવાનું રટણ કર્યાનું જાણવા મળે છે. જયારે ગાંધીગ્રામ પોલીસ સમક્ષ ચુનારાવાડમાં ભાડૂ મુકવા ગયો ત્યાંથી પીધો આવું જુદુ જુદુ રટણ કયુ હતું જો કે સત્ય શું તે તો પોલીસને ખબર હશે. પણ રિક્ષાચાલકને જે રીતે સરળતાથી દારૂ મળી ગયો તેના પરથી એવુ માની શકાય કે શહેરમાં કદાચ પોલીસ અજાણ હશે પરંતુ દારૂના અડ્ડા તો ધમધમતા હશે, થોડા દિવસ પહેલા એક દેશી દારૂ ધંધાર્થી મહિલા બુટલેગર એક એજન્સી પર પથ્થરમારો કર્યેા હતો. પીધેલાઓની મહેફીલો જામતી રહે છે આવું કયારેક પોલીસને ખ્યાલ આવે ત્યારે પકડાતુ પણ રહે છે. દેશી દારૂતો ઠીક પણ વિદેશી દારૂ પણ વાહનચાલકો છૂટથી પી શકતા હોય કે કોઈ ડર ન હોય તેમજ રૂડાના સીઈએ એડી. કલેકટરની સરકારી કાર લઈને તેમનો આઉટ સોર્સનો ડ્રાઈવર પીને નીકળી ગયો હતો. આમતેમ ઈનોવા લઈને ઘૂમરા મારતો રહ્યો હતો. નશામાં ભાન ભૂલીને રસ્તામાં જ સ્ટિયરિંગ પર માથુ નાખીને સૂઈ ગયો હતો અને એ ઘટના પણ જોગાનુજોગ ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તાર શિતલ પાર્ક નજીક અને રવિવારે જ બની હતી.




જો સામાન્ય વાહનચાલક ડ્રાઈવરોને દેશી–વિદેશી દારૂ પીવા માટે મળી જતાં હોય તો આમા રાજકોટ કયાં કેવી દારૂબંધી કે કેવી છે પોલીસની કડકાઈ તે બધી પોલ ખુલી પડી જાય છે. હવે કદાચ પોલીસ બે–પાંચ દિવસ દેશીના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવશે, પીધેલાઓને પકડશે અને પછી પાછુ જેમનું તેમ જેવું કદાચ થવા લાગશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application