રાજકોટ જિલ્લામાં હોળી-ધુળેટીના તહેવારો નિમિત્તે તૈનાત રહી 108 : માત્ર બે દિવસમાં નોંધાયા 446 ઈમરજન્સી કેસ, રોજ કરતાં 21.59%નો વધારો

  • March 11, 2023 12:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લામાં હોળી-ધુળેટીના તહેવારો નિમિત્તે તૈનાત રહી 108 : માત્ર બે દિવસમાં નોંધાયા 446 ઈમરજન્સી કેસ, રોજ કરતાં 21.59%નો વધારો


દર વર્ષે હોળી-ધુળેટીના પર્વ નિમિત્તે ઈમરજન્સી કેસમાં વધારો નોંધાતો હોય છે ત્યારે આ વર્ષે તકેદારીનાં ભાગરૂપે સુદ્રઢ આયોજન દ્વારા "૧૦૮ ઈમરજન્સી સેવા"નો કાફલો નાગરિકોની સેવામાં તૈનાત રહ્યો હતો.


૧૦૮ સેવાની વધુ વિગતો આપતાં પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ૧૦૮ ઈમરજન્સી સેવાને હોળી-ધુળેટી એમ બે દિવસ દરમિયાન ૪૪૬ જેટલા જુદા- જુદા કોલ મળ્યા હતા. જેમાં અક્સ્માત, શ્વાસ, કાર્ડિયાક, એલર્જી અને પ્રસુતિને લગતા કેઈસ નોંધાયા હતા. સામાન્ય દિવસોની સરખામણીમાં હોળી અને ધુળેટી બંને દિવસોમાં કેઈસની સંખ્યામાં એવરેજ ૨૧.૫૯% નો વધારો નોંધાયો હતો.

રાજકોટ જિલ્લામાં ગત ફેબ્રુઆરી માસમાં ૮૨૮૦ લોકોની વ્હારે ૧૦૮ સેવા પહોંચી હતી. આ અંગે વિગતવાર માહિતી આપતાં જિલ્લા સુપરવાઈઝર દર્શિત પટેલએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ૪૨ એમ્બ્યુલન્સ દ્વારા અતિ ગંભીર સ્થિતિ એટલે કે લાઈફ થ્રેટનીંગ કેસમાં ૬૧૯ સહિત વર્ષ ૨૦૦૮ થી અત્યાર સુધીમાં ૬૮,૧૯૪ થી વધુ મહામૂલી જિંદગીઓ બચાવવામાં આવી છે. ગત માસમાં પોલીસ, ફાયર અને મેડિકલ સંબંધિત ૫૪૩૯ સહિત અત્યાર સુધીમાં ૭,૦૮,૪૩૧ લોકોને મદદરૂપ બની હતી. ગત માસમાં પ્રસુતિના ૧૩૨૨ સહિત કુલ ૧,૯૪,૯૬૮ કેઈસ, ગંભીર અકસ્માતના ૬૭૪ સહીત કુલ ૧,૦૪,૬૯૬ કેઈસ, હૃદય સંબંધિત ૩૮૬ સહિત કુલ  ૪૬,૪૧૨ કેઈસ અને શ્વસનને લગતા ૪૫૯ સહિત ૩૬,૭૧૧ કેઈસમાં દર્દીને સારવાર સહિતની સેવાનો લાભ ૧૦૮ દ્વારા આપવામાં આવ્યો હતો. ફેબ્રઆરીમાં ૪૦ સહિત અત્યાર સુધીમાં ૬,૬૭૯ પ્રસુતાઓની ઈ.એમ.ટી. ડોકટરની મદદથી પ્રસુતિ એમ્બ્યુલન્સમાં જ કરાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application