મોસ્કોમાં PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, રશિયન કલાકારોએ હિન્દી ગીત પર કર્યુ નૃત્ય

  • July 08, 2024 11:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોસ્કો (રશિયા) આગમન પર તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી રશિયાની બે દિવસીય સત્તાવાર મુલાકાતે છે. તેઓ રાષ્ટ્રપતિ પુતિન સાથે 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે.


વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના મોસ્કોમાં આગમન સમયે વીએનયુકોવો-2 ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું. રશિયાના પ્રથમ નાયબ વડાપ્રધાન ડેનિસ માન્તુરોવે વડાપ્રધાન મોદીનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. મન્તુરોવ અને વડાપ્રધાન મોદીએ હાથ મિલાવીને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન મોદીના સ્વાગત માટે રશિયામાં ભારતીય રાજદૂત વિનય કુમાર એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા.


ભારતીય સમુદાયના લોકોએ પીએમ મોદીનું ઉષ્માભર્યું કર્યુ સ્વાગત

વડાપ્રધાન મોદી જ્યાં આવવાના છે તે હોટલની બહાર ભારતીય સમુદાયના લોકો એકઠા થયા હતા. હોટલમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે ભારતીય પ્રવાસીઓ પણ ઢોલ વગાડી રહ્યા છે.


પીએમ મોદીને આવકારવા માટે કલાકારોએ હિન્દી ગીતો પર કર્યુ નૃત્ય

રશિયાના મોસ્કોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે રશિયન કલાકારોએ હિન્દી ગીતો પર ડાન્સ કર્યો હતો. વડાપ્રધાન મોદી રશિયાની બે દિવસીય સત્તાવાર મુલાકાતે છે. તેઓ રાષ્ટ્રપતિ પુતિન સાથે 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application