ભાવનગર-બાંદ્રા વચ્ચે દોડશે "સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન"

  • April 01, 2023 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર "સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન" ચલાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ વિશેષ ટ્રેનની વિગતો આ મુજબ છે


ભાવનગર - બાંદ્રા સાપ્તાહિક સમર સ્પેશિયલ ભાવનગર - બાંદ્રા સાપ્તાહિક સમર સ્પેશિયલ 06.04.2023 થી 29.06.2023 સુધી દર ગુરુવારે ભાવનગર ટર્મિનસથી 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, બાંદ્રા - ભાવનગર સાપ્તાહિક સમર સ્પેશિયલ 07.04.2023 થી 30.06.2023 સુધી દર શુક્રવારે બાંદ્રા ટર્મિનસ થી 09.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.


આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ થાય છે.

ટ્રેન માટે બુકિંગ 03મી એપ્રિલ, 2023થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application