ઉપલેટાની મોજ નદીના પાણી મંદિર, ખેતરો અને ઘરોમાં ઘૂસ્યા: મામલતદાર, ટીડીઓ દોડી ગયા

  • July 21, 2023 01:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોજ ડેમમાં સતત ૪૮ કલાકથી પાણીની આવક જોરદાર હોવાથી મોજ ડેમના તમામ ૨૭ દરવાજા આઠ ફૂટ ખોલાતા મોજ નદી ગાંડી થઈ હતી. આ પાણી ઉપલેટામાં મોજ નદીને કાંઠે બિરાજતા સોમનાથ મહાદેવના મંદિરમાં તેમજ નદી કાંઠાના ખેતરોમાં અને પાનેલી વિસ્તારના ગામોના ઘરમાં ઘૂસી ગયા હતા ત્યારે પંકની જાત માહિતી માટે મામલતદાર મહેશ ધનવાણી અને ટીડીઓ પરમાર મોટી પાનેલી, ખારચિયા, દહફોડી, સમઢિયાળા અને તલંગણા ગામ પહોંચી ગયા હતા પ્રથમ તસવીરમાં મોજ નદીના કાંઠે આવેલા સોમનાથ મહાદેવના મંદિરમાં પાણી ઘૂસ્યા બીજી તસવીરમાં મોજ નદી બેકાંઠે જઈ રહી છે. ત્રીજી તસવીરમાં પાનેલી ગામે પછાત વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ચોથી તસવીરમાં પાનેલી પાસે આવેલ ફુલઝર ડેમ ઓવરફલો થતાં અધિકારીઓ ઘટના સ્થળે જઈ નિરીક્ષણ કરેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application