વડિયા પોલીસે ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપ્યો

  • March 09, 2023 06:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડિયાએ ત્રણ જિલ્લાની બોર્ડરનો વિસ્તાર હોવાથી સરહદી વિસ્તાર માંથી દારૂ ની હેરાફેરી ના કિસ્સા છાસવારે સામે આવતા હોય છે.હાલ જાણવા મળતી વિગતો મુજબ વડિયાના ગ્રામીણ વિસ્તાર માં સ્થાનિક પોલીસને મળેલી બાતમી ના આધારે રાત્રીના સમયે રેડ કરતા મોરવાડા થી ખડખડ ગામ જવાના રસ્તે ૨૯૭ બોટલ ઈંગ્લીશ દારૂ અને ૪૫ બિયર ના ટીન બોટલ ઝડપી પાડ્યા હતા. આ સાથે બે ટુ વિલર  એક્ટિવા અને સ્પેલન્ડર સાથે ૩ આરોપી ને દબોચી લીધા અને અન્ય ૩ આરોપી કાર સાથે ફરાર થઇ જતા પોલીસ હાલ પકડાયેલા આરોપીઓ પાસેથી વધુ માહિતી ની તપાસ કરી રહી છે.પકડાયેલા આરોપીઓ માં જયરાજ ધાધલ,હિતેશ બસીયા અને મયુર પુંજાભાઈ નો સમાવેશ થાય છે જ્યારે લાલો ઉર્ફે મહેન્દ્ર રૂડાભાઈ રાજપૂત અને અન્ય શખ્સો ની શોધખોળ અને તપાસ હાલ વડિયા પીએસઆઇ ઓડેદરા અને સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે.ખાસ કરીને ધુળેટીના તહેવારો દરમિયાન વિદેશી દારૂની રેલમછેલ પોલીસ સક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે. સમગ્ર બાબત ની જાણકારી ડિવાએસપી જેપી ભંડારી દ્વારા અપાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application